ગુરુવાર, 19 એપ્રિલ, 2018

આજે (18/04) વલ્ડૅ હેરિટેજ ડે
રાણકી વાવ સહિતના ઐતિહાસિક સ્થાપત્યોની જાળવણીમાં સરકાર નીરસ




પાટણના સોલંકી રાજવી ભીમદેવ પહેલાની યાદમાં  રાણી ઉદયમતીએ 11મી સદીમાં બંધાવેલો શિલ્પ અને સ્થાપત્યનો અદભૂત નમૂનો એટલે રાણકી વાવ.  

2014માં વલ્ડૅ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી.
          
 ઇતિહાસ
      અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું.
      સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.



બ્રિટનના PM સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત
- મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ મોદી-મોદીના નારા લગાવ્યા

કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીના યુકેના PM થેરેસા મે સાથે બ્રેકફાસ્ટ દરમિયાન મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન સમર્થકોએ મોદી-મોદીના નારા લગાવ્યા.

PM
મોદીએ બ્રિટનના વડાપ્રધાનને કહ્યું મને વિશ્વાસ છે કે આજની મુલાકાત બાદ આપણા સંબંધોમાં એક નવી ઉર્જા જોડાશે. મને ખુશી છે કે બ્રિટન પણ ઈન્ટરનેશનલ સોલર અલાયન્સનો ભાગ છે.

મારુ માનવુ છે કે આ લડત માત્ર ક્લાઈમેટ ચેન્જને લઈને નથી પરંતુ આવનાર પેઢીને લઈને અમારી જવાબદારી છે. આ અવસરે યુકેના વડાપ્રધાન થેરેસા મે એ કહ્યું કે ભારત અને યુકેના લોકો સાથે મળીને કામ કરીશુ.