સોમવાર, 5 માર્ચ, 2018


નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

- ફાઈનલમાં જાપાનની મીયા ઇમાઈને ૯-૧થી હરાવી : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ સાક્ષી મલિકે બ્રોન્ઝ જીત્યો.



કિર્ગીસ્તાનના બિશ્કેકમાં ચાલી રહેલી એશિયન કુસ્તીમાં ભારતની નવજોત કૌરે મહિલાઓની ૬૫ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે ફાઈનલમાં જાપાનની મીયા ઈમાઈને  ૯-૧ના અંતરથી સજ્જડ પરાજય આપ્યો હતો. મહત્વની બાબત એ પણ છે કે, હાલમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં નવજોતનો ગોલ્ડ ભારતનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ બની રહ્યો છે.

રિયો ઓલિમ્પિકમાં ભારતની બ્રોન્ઝ મેડાલીસ્ટ કુસ્તીબાજ સાક્ષી મલિકે એશિયન કુસ્તીમાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મહિલાઓની ૬૨ કિગ્રા વજન વર્ગમાં સાક્ષીએ આ સફળતા મેળવી હતી. આ સાથે ભારતે એશિયન કુસ્તીમાં કુલ એક ગોલ્ડ, એક સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.



World Wildlife Day - 3rd March



ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ ટીમ સ્નૂકર સ્પર્ધા જીતી

- પંકજ અડવાણી અને મનન ચંદ્રાનો લડાયક દેખાવ : ભારતનો ૩-૨ ફ્રેમથી ફાઇનલમાં વિજય




પંકજ અડવાણી અને મનન ચંદ્રાનો જોડીએ સ્નુકર વર્લ્ડ કપ ભારત માટે જીતવા પાકિસ્તાનને ફાઇનલમાં હરાવ્યું હતું. બેસ્ટ ઓફ ફાઇવ ફ્રેમમાં ભારત ૦-૨ થી પાછળ હતું અને ત્રીજી ફ્રેમમાં ૦-૩૦ના સ્કોરથી પાછળ હતુ ત્યારે પંકજ અને મનને જોરદાર વળતી લડત આપીને બાકીની ત્રણ ફ્રેમ જીતી લીધી હતી. મનને ૩૯ બ્રેકની રમત રમી હતી. ચોથી ફ્રેમમાં પંકજ અડવાણી પાકિસ્તાનના બાબર મશી સામે ૧-૨૦ થી પાછળ હતો તે પછી તેણે ૬૯ બ્રેક પોઇન્ટ મેળવ્યા હતા. મનન અને મુહમ્મદ આસિફ વચ્ચે આખરી નિર્ણાયક ફ્રેમમાં રસાકસી જામી હતી. પણ મનને રમત આગળ વધતા સંપુર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું અને ૭૩-૨૪ થી ફ્રેમ જીતી હતી. ભારતે સેમિફાઇનલમાં ઇરાનને ૩-૨ થી અને પાકિસ્તાને હોંગકોંગને પણ ૩-૨ થી હરાવ્યું હતું.



મેઘાલયના મુખ્ય પ્રધાન બનવા જઇ રહેલા કોનરાડ સંગમા કોણ છે?

- NPP પાસે વધુ બેઠકો હોવાથી પક્ષ પ્રમુખ સંગમા મુખ્ય પ્રધાન પદે પસંદ કરાયા
- છઠ્ઠી માર્ચે શપથ સંભવ  



મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સરકાર બનાવવાની તૈયારીમાં છે, અહીં તેને ભાજપ અને અન્ય સ્થાનીક પક્ષોનું સમર્થન છે. જે સાથે જ NPPના પ્રમુખ કોનરાડ સંગમા મુખ્ય પ્રધાન પદ માટે પણ પસંદ કરી લેવાયા હતા.

NPP
ની સ્થાપના કોનરાડના પિતા પી.એ. સંગમાએ કરી હતી, પી.એ. સંગમાને એનડીએએ પ્રણવ મુખર્જી સામે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. પી.એ. સંગમા પહેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ ૨૦૧૨માં તેઓને કાઢી મુકાયા હતા. જે બાદ તેઓએ NPPની સ્થાપના કરી હતી.

જોકે પી.એ. સંગમાના નિધન બાદ આ પક્ષની કમાન તેના પુત્ર અને હાલમાં મુખ્ય પ્રધાન પદના દાવેદાવ કોનરાડ સંગમાના હાથમાં આવી. જોકે સીએમ પદની રેસમાં તેમના બહેન અગાથા સંગમા પણ આગળ છે. તેઓ મેઘાલયના પહેલા મહિલા અને યુવા મુખ્ય પ્રધાન બની શકે છે.