Monday, 14 May 2018

ભારતીય મહિલા હોકી ટીમે જાપાન સામે ૪-૧થી આસાન વિજય મેળવ્યો


ભારતીય મહિલા હોકી ટીમે જાપાન સામે ૪-૧થી આસાન વિજય મેળવ્યો

- એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વિજયી શુભારંભ

- નવનીત કૌરની ગોલ હેટ્રિક


ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી પ્રારંભ કર્યો હતો. સવિતા લાકરાની આગેવાની હેઠળની ભારતીય ટીમે પ્રથમ મુકાબલામાં જાપાન સામે ૪-૧થી પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ભારતની જીતમાં યુવા ખેલાડી નવનીત કૌરે મહત્વની ભૂમિકા ભજવતાં ગોલ હેટ્રિક નોંધાવી હતી. જ્યારે ભારત તરફથી અન્ય એક ગોલ અનુપા બારલાએ ફટકાર્યો હતો. ભારત આ ટુર્નામેન્ટDoમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.