Thursday, 10 May 2018

ગુજરાતનો ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર યુથ ઓલિમ્પિકમાં ક્વોલિફાય

Image result for manav thakkar olympics

- યુથ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનારો પ્રથમ ગુજરાતી ખેલાડી

ગુજરાતના યુવા આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે યુથ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે માનવ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાય થનારો સૌપ્રથમ ગુજરાતી ખેલાડી બની ગયો છે. 
  

બેંગકોકમાં યોજાયેલી રોડ યુ બ્યુનોસ એર્સ ૨૦૧૮ યુથ ઓલિમ્પિક ગેમ્સ -એશિયન ટુર્નામેન્ટમાં માનવ ઠક્કરે મેન્સ સિગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. હાલમાં વર્લ્ડ જુનિયર રેન્કિંગમા બીજું સ્થાન ધરાવતા માનવ ઠક્કરે સિંગાપોરના શાઓ જોશ ચુઆને ૧૧-૪, ૧૧-૭, ૧૧-૨, ૧૧-૯થી હરાવીને યુથ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતુ. તેણે ટુર્નામેન્ટમાં પનામાના જાકોબો વાહ્નીશને અને જોર્ડનના ખાઈદ ખાદેરને પણ પરાજય આપ્યો હતો.