શુક્રવાર, 20 એપ્રિલ, 2018


સોમનાથ મહાદેવ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ
Image result for somnath mahadev mandir
·        ભારતની અસ્મીતાના પ્રતિક સમાન
·        તે સમયે મહાદેવને વિશ્વની ૧૦૮ નદી અને સમુદ્રના જળનો કરાયો હતો અભિષેક
ભારતના બાર દિવ્ય શિવજ્યોતિર્લિંગમાના પ્રથમ દેવાધિદેવ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો તીથી પ્રમાણે આજે પ્રાણપ્રતિષ્ઠા દિવસ તા. ૧૧મે ૧૯૫૧ અને તે સમયની વૈશાખ સુદ પાંચમના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે સવારે ૯.૪૬ મીનીટે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ દિવસના અનુસંધાને પ્રતિવર્ષ તિથી અને તારીખ મુજબ સોમનાથ મહાદેવ મંદિરે મહાપૂજા, ધ્વજારોહણ, દિપમાળા, વિશેષ શણગાર અને ખાસ અભિષેકથી પ્રતિષ્ઠા દિન ઉજવાય છે. સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ સદીની મહાન ઘટનાઓમાં ગણાય છે. સોમનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા સમયે તે સમયે ભોળાનાથ ભગવાનને વિશ્વની ૧૦૮ નદી સમુદ્રના જળનો અભિષેક કરવામાં આવ્યો હતો.

૧૯૪૭માં ભારત આઝાદ થયું અને ૧૩ નવેમ્બરે કારતક સુદ એકમના સાપરમાં પર્વે ભારતના સપુત વલ્લભભાઇ પટેલે સોમનાથ ખાસ આવ્યા અને તે મંદિરની દુર્દુશા ખંડેર જોઇ તેનું હૃદય દ્રવી ઉઠયું તુરંત જ સોમનાથ સમુદ્ર સ્થળે પહોચી હાથમાં સમુદ્રના જળની અંજલી લઇ સંકલ્પ કર્યો કે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થવું જ જોઇએ.

૧૯ એપ્રિલ ૧૯૫૦ના રોજ તત્કાલીન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઇના હસ્તે જુના ખંડિત મંદિરના સ્થાને ભૂમિ ખનન વિધી કરી અને મંદિરનું નવસર્જન થયું ૮ મે ૧૯૫૦ના રોજ નવાનગરના મહારાજા જામસાહેબ વરદ હસ્તે શિલાન્યાસ થયો અને ૧૯૫૧, ૧૧મી મે વૈસાખ સુદ પાંચમે નવનિર્મિત મંદિરમાં શિવલિંગ પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો