ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2018


ગાંધીજીએ ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ એક માત્ર રેડિયો સંબોધન કર્યુ હતું


- પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ઉદ્દેશીને

- સંબોધને ભાગલાના ઘા સહન કરનારા લોકો માટે મલમનું કામ કર્યું હતું

દેશને આઝાદી મળી તેની સાથે વિભાજનનું દુખ પણ સહન કરવું પડયું હતું.ગાંધીજીએ ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રથમ વાર ઓલ ઇન્ડિયા રેડિયો પર સંબોધન કર્યુ હતું. ખાસ તો કુરુક્ષેત્રમાં એક નિરાશ્રિતોની શિબિરના ૨ લાખથી વધુ લોકોને સંબોધન માટે ગાંધીજીએ આ લોક માધ્યમનો ઉપયોગ કર્યો હતો.આ માટે ગાંધીજી ખૂદ દિલ્હીના આકાશવાણી ભવન પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનું આ પહેલું અને છેલ્લું સંબોધન હતું.

ગાંધીજીએ મેરે દૂખી ભાઇઓ ઔર બહેનો મૂઝે પતા નહી થા કિ સિવાય આપ કે મૂઝે કોઇ સુનતા ભી હૈ યા નહી એમ કહીને શરુઆત કરી હતી. ૨૦ મીનિટના ભાષણમાં તેમણે જણાવ્યું કે મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશુંક બોલવાનું છે. જયારે હું ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ ગયો હતો ત્યાર પછી મને આ બીજો અનુભવ છે. હું તો એક અજનબી પુરુષ છું. હું કોઇ પણ પ્રકારનો રસ લઇ રહયો નથી.કારણે જીવનભર મારો પ્રયાસ દુખને સ્વીકારી લેવાનો રહયો છે.

જયારે મેં જાણ્યું કે હાલમાં ૨.૫૦ લાખ શરણાર્થીઓ છે, હજુ તો શરણાર્થીઓના આવવાનો પ્રવાહ ચાલું જ છે તે જાણીને ખૂબ દૂખ થયું છે.હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તિવ્ર લાગણી થયા કરે છે. કુરુક્ષેત્રની આ વિશાળ શરણાર્થી શિબિરના લોકોએ ગાંધીજીના આ રેડિયો ઉદ્દબોધનને સાંભળ્યું હતું. શીબિરની વચ્ચે એક વિશાળ રેડિયો સેટ ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીજીના રેડિયો પ્રસારણને લાઉડ સ્પીકર સાથે જોડીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો.

ગાંધીજીએ તેમના રેડિયો ઉદ્દબોધનમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતોને આવી પડેલી પરીસ્થિતિનો ધીરજ રાખીને સામનો કરવાની વિનંતી કરી હતી. તેમના રેડિયો અવાજે ભાગલાના ઉંડા ઘા સહન કરી રહેલા શરણાર્થી માટે મલમનું કામ કર્યુ હતું. આ દિવસને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા લોકસેવા પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો