સોમવાર, 26 ફેબ્રુઆરી, 2018

હેપી બર્થ ડે અમદાવાદ...26 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદશાહે વસાવ્યુ'તુ શહેર

- માણેક બુર્જ એટલે માણેક ચોકમાં નંખાયો હતો અમદાવાદનો પાયો

- જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા


 હેપી બર્થ ડે અમદાવાદ...26 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદશાહે વસાવ્યુ'તુ શહેર 


આજે આપણા શહેર અમદાવાદ 607 વર્ષનું થયુ.  હાલના હેરીટેજ સીટી અમદાવાદનો પાયો અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411ના રોજ માણેક બુર્જ  પાસે  નાખ્યો હતો.  અમદવાદને 4થી માર્ચ 1411માં ગુજરાતની નવી રાજધાની નક્કી કરવામાં આવી હતી.

અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેના મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

સોલંકીનું રાજ 13મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું.

દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો