મંગળવાર, 20 ફેબ્રુઆરી, 2018


કેનેડાના વડાપ્રધાનએ સહપરિવાર લીધી તાજ મહેલની મુલકાત

- તાજ મહેલની મુલાકાત દરમિયાન તેમનો પરીવાર ખુશ જણાતો હતો

- જસ્ટિન ટ્રૂડો પોતાના ખાસ અંદાજથી કેનેડામાં લોકપ્રિય છે







ભારતની સાત દિવસીય મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ 18 ફેબ્રુઆરી 2018, રવિવાર ના રોજ તાજ મહેલની સહપરીવાર મુલાકાત લીધી છે. તઓ પરિવાર સહિત ભારતના સાત દિવસના પ્રવાસ માટે આવ્યા છે.


કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની આ પ્રથમ ભારત યાત્રા છે. તેમની આ મુલાકાત ખાસ નજર રહેશે કારણ કે, ભારતીય સંસ્કૃતિ તરફ લગાવ રાખતા નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. 

જસ્ટિન ટ્રૂડો પોતાના ખાસ અંદાજ માટે કેનેડામાં લોકપ્રિય છે. ભારત પહોંચ્યા બાદ ટ્રૂડોએ સહપરીવાર ભારતીય અંદાજમાં હાથ જોડીને લોકોમનું અભિવાદન કર્યું હતુ. તેમની યાત્રા પહેલા બંન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાય હતી. જેમાં આતંકવાદ સામે કાર્યવાહી માટે સહયોગ વધારવા તેમજ વેપાર અને રોકાણ સંબંધો વિસ્તારવા પર ચર્ચા થઇ.


કેનેડાના વડાપ્રધાનના પ્રવાસનો હેતુ ભારત અને કેનેડાની વચ્ચે બિઝનેસ, રોકાણ, ઉર્જા, વિજ્ઞાન, ઉચ્ચ શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ અને સ્કીલ ડેવલોપમેન્ટ સહિત અન્ય ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબધોને મજબૂત કરવાનો છે.  ભારત રવાના થતાં પહેલા કેનેડાના વડાપ્રધાને ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારતના પ્રવાસનો ઉદ્દેશ સારી નોકરીઓ અને બંને દેશોના લોકો વચ્ચેનો સંપર્ક મજબૂત કરવાનો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો