Saturday, 17 February 2018


માનવ-માનુષનો ચેક રીપબ્લીક જૂનિયર ડબલ્સમાં સિલ્વર મેડલ


ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અને માનુષ શાહે ચેક રીપબ્લીક જૂનિયર સર્કિટ ટેબલ ટેનિસમાં અનુક્રમે જૂનિયર અને કેડેટ કેટગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ફાઇનલમાં માનવ- માનુષની જોડીનો ચીનની ડબલ્સ ટીમ ચીનબિંગ અને યુ હેઇની સામે ૧૨-૧૪, ૮-૧૧, ૧૧-૯, ૧૧-૧૩ થી પરાજય થયો હતો. માનવ જૂનિયર બોયસમાં વર્લ્ડ નંબર વન છે. જો કે ફાઇનલમાં પરાજીત રહેલા માનવ-માનુષે સેમિ ફાઇનલમાં અબ્દેલ અઝીધ- રોસી કાકનો (ઇજીપ્ત-ઇટાલી)ની જોડીને ૧૧-૮, ૧૧-૬, ૧૧-૬ થી હરાવી અપસેટ સર્જ્યો હતો કેમ કે આ જોડી વર્લ્ડ નંબર ત્રણ છે.
ગૌરવની વાત એ છે કે ભારતની માનવ-માનુષની જોડીના બંને ખેલાડીઓ ગુજરાતના છે. આ બંનેએ જ આઇટીટીએફ સર્કિટ ૨૦૧૭માં વર્લ્ડ જુનિયર સર્કિટ કેડેટ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપ્ટેમ્બરમાં સ્લોવેનિયા ઓપન જુનિયર-કેડેટમાં પણ તેઓ ચેમ્પિયન બન્યા હતા.


અમદાવાદથી જામનગર વચ્ચેની ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સનો આજથી પ્રારંભ


-મુખ્યમંત્રી વિજય રૃપાણી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાવશે

-આગામી સમયમાં દીવ, મુન્દ્રાની ફ્લાઇટ પણ શરૃ થશે
અમદાવાદથી જામનગરનું ૩૫૧ કિલોમીટરનું અંતર રોડ મુસાફરી દ્વારા કાપવામાં સામાન્ય રીતે ૬ કલાકનો સમય થતો હોય છે. પરંતુ હવે માત્ર સવા કલાકમાં અમદાવાદથી જામનગર પહોંચી જવાશે. કેમકે, કેન્દ્ર સરકારની યોજના 'ઉડે દેશ કા આમ નાગરિક' (ઉડાન) હેઠળ ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સ હેઠળ શનિવારથી અમદાવાદ-જામનગરની ફ્લાઇટનો પ્રારંભ થશે.

Thursday, 15 February 2018


દિલ્હીમાં ભારતનો પ્રથમ રેડિયો ઉત્સવવિશ્વ રેડિયો ડે (13મી ફેબ્રુઆરી) ના રોજ ભારતનો પ્રથમ રેડિયો ફેસ્ટિવલ યુનેસ્કો હાઉસ ખાતે નવી દિલ્હીમાં યોજાયો હતો. 


યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) સાથે ભાગીદારીમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ વુમન ઇન રેડિયો એન્ડ ટેલિવિઝન (આઇએડબલ્યુઆરટી) દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું.
બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં ૧૧.૪૮ કરોડ ટન સોનાનો ભંડાર મળી આવ્યો


- 'જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા'નો રિપોર્ટ

- સોનેરી કલરની રેતી ધરાવતા રાજસ્થાનમાં માત્ર જમીનથી ૩૦૦ ફૂટ નીચે સોનુ ભંડારાયેલું છે : સોના ઉપરાંત ૩

રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર શહેરી ધરતી નીચે સોનાનો ભંડાર ભર્યો છે. ભારતમાં ભુગર્ભ ધાતુઓનું મોનિટરિંગ કરતી સરકારી સંસ્થા 'જિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (જીએસઆઈ)'ના ડિરેક્ટર જનરલે આ માહિતી આપી હતી. આ ભંડાર અંદાજે ૧૧.૪૮ કરોડ ટન જેટલો હોવાની શક્યતા છે. સોનાનો આ જથ્થો વળી જમીન સપાટીથી ૩૦૦ ફીટની જ ઊંડાઈએ ધરબાયેલો છે.

રાજસ્થાન રણ માટે જાણીતું છે અને રેતીનો કલર પણ સોનેરી હોય છે. રાજસ્થાનના તો પેટાળમાંથી પણ સૂવર્ણરેત નીકળે એવી શક્યતા ઉભી થઈ છે. આ સોનાને કિલોગ્રામના હિસાબે ગણવામાં આવે તો ૧૧૪,૮૦,૦૦,૦૦,૦૦૦ (૧૧૪ અબજ, ૮૦ કરોડ) કિલોગ્રામ જેટલું થાય. અત્યારે સોનાનો ભાવ સરેરાશ કિલોગ્રામ દીઠ ૩૦ લાખ રૃપિયા જેવો બેસે છે. એ હિસાબે રાજસ્થાનની ધરતીમાં અબજો અબજો રૃપિયાનું સોનુ ધરબાયેલું છે.

જીએસઆઈના ડિરેક્ટર એન.કે.રાવે જણાવ્યુ હતું કે આ સોનું બાંસવાડા-ઉદયપુરના પેટાળમાં છે, પરંતુ તેનું એક્ઝેટ લોકેશન જાણ્યા પછી જ ઉત્ખન્ન કાર્ય આરંભાશે. સોના ઉપરાંત તાંબાનો પણ મોટો જથ્થો અહીંની ધરતીમાં જોવા મળ્યો છે. આ બે શહેર ઉપરાંત સિકર જિલ્લાના નીમ કા થાના વિસ્તારમાં પણ પેટાળની તસાપ ચાલી રહી છે.

સોના અને તાંબા ઉપરાંત જયપુરના પેટાળમાં સીસું (લીડ) અને ઝીંકની હાજરી જોવા મળી છે.  લીડ-ઝીંકનો જથ્થો કુલ મળીને ૩૫ કરોડ ટન થવા જાય છે. આ બન્ને ધાતુ રાજપુરા-દારીબા વિસ્તારની ખાણમાં મળી આવી છે. રાજસ્થાનમાં જોકે વર્ષોથી તાંબુ તો મળે જ છે. અત્યાર સુધીમાં રાજસ્થાનની ધરતીમાંથી કુલ ૮ કરોડ ટન તાંબુ હોવાની જાણકારી તો મળી ચૂકી છે.ગાંધીજીએ ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ એક માત્ર રેડિયો સંબોધન કર્યુ હતું


- પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ઉદ્દેશીને

- સંબોધને ભાગલાના ઘા સહન કરનારા લોકો માટે મલમનું કામ કર્યું હતું

દેશને આઝાદી મળી તેની સાથે વિભાજનનું દુખ પણ સહન કરવું પડયું હતું.ગાંધીજીએ ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રથમ વાર ઓલ ઇન્ડિયા રેડિયો પર સંબોધન કર્યુ હતું. ખાસ તો કુરુક્ષેત્રમાં એક નિરાશ્રિતોની શિબિરના ૨ લાખથી વધુ લોકોને સંબોધન માટે ગાંધીજીએ આ લોક માધ્યમનો ઉપયોગ કર્યો હતો.આ માટે ગાંધીજી ખૂદ દિલ્હીના આકાશવાણી ભવન પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનું આ પહેલું અને છેલ્લું સંબોધન હતું.

ગાંધીજીએ મેરે દૂખી ભાઇઓ ઔર બહેનો મૂઝે પતા નહી થા કિ સિવાય આપ કે મૂઝે કોઇ સુનતા ભી હૈ યા નહી એમ કહીને શરુઆત કરી હતી. ૨૦ મીનિટના ભાષણમાં તેમણે જણાવ્યું કે મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશુંક બોલવાનું છે. જયારે હું ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ ગયો હતો ત્યાર પછી મને આ બીજો અનુભવ છે. હું તો એક અજનબી પુરુષ છું. હું કોઇ પણ પ્રકારનો રસ લઇ રહયો નથી.કારણે જીવનભર મારો પ્રયાસ દુખને સ્વીકારી લેવાનો રહયો છે.

જયારે મેં જાણ્યું કે હાલમાં ૨.૫૦ લાખ શરણાર્થીઓ છે, હજુ તો શરણાર્થીઓના આવવાનો પ્રવાહ ચાલું જ છે તે જાણીને ખૂબ દૂખ થયું છે.હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તિવ્ર લાગણી થયા કરે છે. કુરુક્ષેત્રની આ વિશાળ શરણાર્થી શિબિરના લોકોએ ગાંધીજીના આ રેડિયો ઉદ્દબોધનને સાંભળ્યું હતું. શીબિરની વચ્ચે એક વિશાળ રેડિયો સેટ ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીજીના રેડિયો પ્રસારણને લાઉડ સ્પીકર સાથે જોડીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો.

ગાંધીજીએ તેમના રેડિયો ઉદ્દબોધનમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતોને આવી પડેલી પરીસ્થિતિનો ધીરજ રાખીને સામનો કરવાની વિનંતી કરી હતી. તેમના રેડિયો અવાજે ભાગલાના ઉંડા ઘા સહન કરી રહેલા શરણાર્થી માટે મલમનું કામ કર્યુ હતું. આ દિવસને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા લોકસેવા પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


અયોધ્યામાં ભગવાન રામનું અને કલકત્તા-દિલ્હીમાં બનશે નેતાજીનું મ્યુઝિયમ


- રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીના દસ્તાવેજોને પ્રદર્શિત કરાશ

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ડૉ. મહેશ શર્માએ જાણકારી આપી કે સરકાર દિલ્હી અને કોલકત્તામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું સંગ્રહાલય બનાવશે.
નેતાજી સાથે જોડાયેલ યાદગાર સામગ્રીઓનું પ્રદર્શન કરવામાં આવશે. જેની જાણકારી આપતા તેમણે કહ્યું કે બંગાળની ધરતીના આ મહાન સ્વતંત્રતા સેનાની વિશે લોકોને જાણકારી આપવા માટે સરકારે મ્યૂઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે.

નેતાજી દ્વારા ગઠિત ઈન્ડિયન નેશનલ આર્મીનું એક શાનદાર સંગ્રહાલય દિલ્હીમાં બનાવવામાં આવશે. જે માટે ડીડીએ સાથે જમીન વિશેની વાત કરવામાં આવી છે. આ સિવાય કલકત્તાના પ્રાચીન રાષ્ટ્રીય પુસ્તકાલયમાં સંગ્રહાલય બનાવવાની યોજના કરવામાં આવી રહી છે. કલકત્તાના સંગ્રહાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સિવાય રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જી સાથે જોડાયેલ ઐતિહાસિક દસ્તાવેજોને પ્રદર્શિત કરવામાં આવશે.

કેન્દ્રીય સંસ્કૃતિના ઉત્તર પ્રદેશ ત્રણ મ્યુઝિયમ બનાવવાની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે યુપીમાં 3 સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવશે. મહેશ શર્મા અનુસાર અયોધ્યામાં પ્રભુ રામનું સંગ્રહાલય, અલાહાબાદમાં કુંભ મ્યુઝિયમ અને ગોરખપુરમાં ગુરુ ગોરખનાથનું એક સંગ્રહાલય બનાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે આ સંગ્રહાલયને બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


Monday, 12 February 2018

ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડની ખરીદી કરી

- સાઉદીની એડનોક કંપની સાથે ડીલ કરી છે
- આ ડીલના કારણે દેશની ઉર્જાની માંગ પૂરી કરી શકાશે

ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડની ખરીદી કરી 


ભારતે અબુ ધાબીમાં 4000 કરોડમાં ઓઈલ ફિલ્ડ કંપનીની ખરીદી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદીના પ્રવાસ બાબતે ભારતે કાચા તેલના ઉત્પાદનને લઈને સાઉદી સાથે મોટા કરાર કર્યા છે.
ભારતીય તેલ કંપનીઓએ સાઉદીની તેલ કંપની એડનોકની સાથે 60 કરોડ ડૉલરમાં આ ડીલ કરી છે. આ કંપનીઓને લોયર જકુમ ફિલ્ડમાં 10 ટકાનો ભાગ આપવામાં આવ્યો છે.
આ ભાગથી ના માત્ર દેશની વધતી ઉર્જાની માંગ પૂરી કરી શકાશે, પરંતુ આ સામાન્ય માણસ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું છે ડીલ?

સરકાર સંચાલિત ONGCની સબસિડી ઓએનજીસી વિદેશ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સબસિડી ભારત પેટ્રોરિસોર્સે આ ડીલ કરી છે. આ ડીલ અનુસાર આ કંપનીઓએ 60 કરોડ ડૉલર આપીને એડનોકના અબુ ધાબીમાં આવેલ ઓઈલ ફિલ્ડમાં 10 ટકા ભાગ ખરીદ્યો છે.
આ પહેલી વાર છે, જ્યારે ભારતીય કંપનીઓએ સાઉદીમાં આટલી મોટી ડીલ કરી છે. અબુ ધાબીના તેલ ભંડારમાં ભાગ ખરીદનાર કંપનીઓને કાચુ તેલ આપવામાં આવે છે. આ તેલ તેમને પોતાના ભાગના બદલે આપવામાં આવેલ ટેક્સ અને રોયલ્ટી પેમેન્ટસને મળે છે.

નેશનલ એનર્જી પૉલિસી ડોક્યુમેન્ટ અનુસાર 2040 સુધી ભારતની કુલ એનર્જી ઈમ્પોર્ટ 36-55 ટકા થઈ જશે. 2012માં આ માત્ર 31 ટકા હતો. આ માંગ દેશની જનસંખ્યા વધારવા અને શહેરીકરણ થવાથી વધશે. એવામાં આ ડીલ આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં ઘણી મદદગાર સાબિત થશે.

જે તેલ ભંડારમાં ભારતીય કંપનીઓએ ભાગીદારી ખરીદી છે. તેની ક્ષમતા 4 લાખ બેરલ પ્રતિ દિન ઉત્પાદનની છે. વાર્ષિક 2 કરોડ ટન તેલ તૈયાર કરે છે.
વર્ષે આ પ્રોડક્શનમાં ભારતીય કંપનીઓની ભાગીદારી 20 લાખ ટનની હશે. આ ફિલ્ડનો ટારગેટ 2025 સુધી પ્રોડક્શન 4 લાખથી વધીને 450000 બેરલ પ્રતિદિન કરવાનો છે. આવુ થવા પર ભારતીય કંપનીઓના શેર પણ વધશે.

ગત દિવસોમાં તેલની કિંમતોમાં સતત વધારો થવાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો પર અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. જેના કારણે દેશમાં પેટ્રોલની કિંમતો 80 રૂપિયાને પાર પહોંચી છે. ડીઝલ પણ આ વખતે 67ને પાર પહોંચ્યુ છે.

આ ડીલના કારણે કંપનીઓને ક્રૂડ ઓઈલ ડિમાન્ડને સરળતાથી પૂર્ણ કરવામાં મદદ મળશે. આ ડીલ આવનાર સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. હાજર સમયમાં ભારત કાચા તેલની પોતાની જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે.
એપ્રિલ-નવેમ્બર 2017ની વચ્ચે 13.46 કરોડ મેટ્રિક ટનની સમગ્ર ડિમાન્ડમાં ઘરેલુ પ્રોડક્શનની ભાગીદારી માત્ર 17.4 ટકા હતી. ભારત પોતાના તેલની જરૂરિયાત માટે 83 ટકાથી વધારે આયાત પર જ ટક્યુ છે. આ ડીલ નિર્ભરતાને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હી અને માત્ર કચ્છના આદિપુરમાં આવેલી છે

-૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮નાજ આદિપુર ખાતે મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરાયું


મહાત્મા ગાંધીની સમાધિ  દિલ્હી અને માત્ર કચ્છના આદિપુરમાં આવેલી છે  
૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮. ભારતીય ઈતિહાસની તવારીખમાં આ તારીખ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બરાબર ૭૦ વર્ષ અગાઉ આ દિવસે 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હીના રાજઘાટ ઉપરાંત કચ્છના આદિપુરમાં પણ આવેલી છે. અલબત્ત, સરકારના ઉદાસીન વલણને કારણે આદિપુરમાં આવેલી મહાત્મા ગાંધીની સમાધિ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. 
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ પછી યોજાયેલી મહાત્મા ગાંધીની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાત્મા ગાંધીનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયા બાદ તેમની અમુક અસ્થિનું અલ્હાબાદ ખાતે ત્રિવેણી સંગમમાં ૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮ના વિસર્જન કરવામાં આવ્યું હતું. 
આ સિવાય અસ્થિના અમુક ભાગને દેશમાં વિવિધ સ્થાને તેમના મિત્રો-પરિવારના સભ્યોને મોકલવામાં આવી હતી. આ પૈકી ગાંધીધામના સ્થાપક ભાઇપ્રતાપ અને અન્ય કેટલાક મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.
આદિપુર ખાતે મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ, નવી દિલ્હીમાં રાજઘાટ બાદ મહાત્મા ગાંધીની અન્ય એક સમાધિ માત્ર ગુજરાતના આદિપુરમાં આવેલી છે. ૧૨ ફેબુ્રઆરીના આદિપુરમાં મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવાઇ અને તે જ દિવસે ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી.
ગાંધીધામ આઝાદી બાદ થયેલા ભાગલાને કારણે વસેલું શહેર છે. આ શહેરનું નામકરણ ગાંધીજીની સમાધિને કારણે ગાંધીધામ કરવામાં આવ્યું છે. આ શહેરને વસાવવા માટે મહાત્મા ગાંધીની પણ ભૂમિકા રહી હતી. ભાગલા બાદ ભારતનો સિન્ધ પ્રાંત પાકિસ્તાનમાં જતા રહેતા સિંધીઓ ઘરબાર છોડીને ભારતમાં રહેવા માટે આવ્યા હતા. આ નિર્વાસિતોના પુનઃવસન માટે મહાત્મા ગાંધીના કહેવાથી કચ્છના મહારાવે ૧૮ હજાર એકર જમીન ફાળવી હતી.
મહાત્મા ગાંધીની વિચારધારા સર્વોદયને આધારે જ આદિપુરની રચના થયેલી છે. કેમકે, ત્યાં વિવિધ જાતિના લોકો એક જ વિસ્તારમાં સાથે રહે છે. મહાત્મા ગાંધીની આ સમાધિના દર્શનાર્થે દેશના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઇ, લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવો આવી ચૂક્યા છે.
મહાત્મા ગાંધીની આદિપુર ખાતેની સમાધિ ઉપેક્ષાનો ભોગ
આદિપુર ખાતે આવેલી મહાત્મા ગાંધીની સમાધિના દર્શન માટે દેશ-વિદેશથી ખૂબ જ વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે તેમ છે. પરંતુ સરકાર દ્વારા ક્યારેય ગાંધીજીની આ સમાધિનો પ્રચાર-પ્રસાર કરવાનો પ્રયાસ સુદ્ધા થયો નથી. આશ્ચર્યની વાત એ છે કે ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિન કે સ્વતંત્રતા દિવસે આ સમાધિમાં ફૂલ અર્પણ કરવા પણ કોઇ નેતા ફરક્તા નથી.

હર હર મહાદેવ...ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 300 વર્ષ જૂના શિવમંદિરમાં..

- મસ્જિદની મુલાકાત પણ લેશે


હર હર મહાદેવ...ઓમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 300 વર્ષ જૂના શિવમંદિરમાં.. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય પ્રવાસમાં આજે ઓમાનના મસ્કતમાં ભગવાન ભોળાનાથની શરણે પહોંચ્યા હતા. તેઓએ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

આજે શિવમંદિર અને અહીંની સુલતાન કબૂસ મસ્જિદ જશે. તેઓ દેશના અન્ય દિગ્ગજ CEOને પણ મળશે. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું.

ત્રણ દેશની મુલાકાતના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લગભગ 300 વર્ષ જૂનાં શિવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ પૂજા-અર્ચના કરી હતી. મોદી અહીંની સુલતાન કબૂસ મસ્જિદ પણ જશે.
આ પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યો હતો.

Friday, 9 February 2018


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી UAE, પેલેસ્ટાઈન અને ઓમાનનના પ્રવાસે


- ભારત-UAE વચ્ચે 12 કરાર થશે
- પેલેસ્ટાઈન પ્રવાસ કરનાર નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે જે પેલેસ્ટાઈનના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પશ્ચિમી એશિયાઈ દેશો પેલેસ્ટાઈન, ઓમાનની અને UAEના પ્રવાસે ઉપડયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઈન, સયુંક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનના પ્રવાસે રવાના થશે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને આ દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ, સુરક્ષા, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, ઉર્જા સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત માટે ખાડી અને પશ્ચિમ એશિયા પ્રમુખ પ્રાથમિકતાવાળા ક્ષેત્ર છે અને તેમના આ પ્રવાસનો હેતુ ક્ષેત્રના સંબંધોને મજબુત બનાવવાનો છે. વડાપ્રધાને પેલેસ્ટાઈન અને ઓમાનના પ્રવાસની પૂર્વ સંધ્યાએ આ વાત કરી. વર્ષ 2015 બાદ ખાડી અને પશ્ચિમ એશિયા વિસ્તારનો આ તેમનો પાંચમો પ્રવાસ છે.

9
થી 12 ફેબ્રુઆરી સુધી આ દેશોના પ્રવાસે જનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી વૈશ્વિક ગતિવિધિઓમાં આ ક્ષેત્રને ખુબ પ્રાથમિકતા આપવામાં આવી છે. અમારા અહીંના દેશો સાથે મલ્ટી ડાઈમેન્શનલ સંબંધ છે.

કોઈ પણ ભારતીય વડાપ્રધાનનો આ પહેલો પેલેસ્ટાઈન પ્રવાસ છે. 

ભારત-UAE વચ્ચે 12 કરાર થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુઈએ યાત્રા દરમિયાન બંને પક્ષો વચ્ચે 12 કરાર પર હસ્તાક્ષર થશે.
-
તેલ સંપન્ન યુએઈ અને ભારત પરસ્પર આર્થિક સહયોગને વધુ ઊંડો કરવા માટે ઈચ્છુક છે.
-
બંને પક્ષો વચ્ચે નાણા અને કૌશલ વિકાસ જેવા ક્ષેત્રોમાં કરાર થવાની સંભાવના છે.


આજથી ભવનાથના મેળાનો પ્રારંભ, સાધુ-સંતોની નીકળશે રવાડી


શિવની આરાધનાના પર્વનો આજથી ગિરનારની તળેટીમાં પ્રારંભ થશે. મહાદેવના મંદિર ખાતે ધ્વજારોહમ સાથે મહાશિવરાત્રિના ધાર્મિક મેળાનો પ્રારંભ થશે. સાથે જ સંતો ધૂણ ધખાવી શિવજીની આરાધનામાં લીન બની જશે.

ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયા બાદ પરંપરાગત રીતે રવાડીમાં ભાગ લેતા મુખ્ય ત્રણ અખાડામાં ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યાર બાદ વિવિધ ધાર્મિક સ્થળો, આશ્રમોમાં ધ્વજા ચઢશે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભવનાથ સ્થિત મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ યોજાનાર નાગા સાધુઓની રવાડીના દર્શન કરશે.

ગીરનારની-વિશેષતા

ગીરનાર અગાઉ રેવતાચલ પર્વત તરીકે ઓળખાતો હતો. એ ગુજરાતમાં સૌથી મોટામાં મોટો પર્વત છે. 
નવ નાથ, ૮૪ સિદ્ધ, ૬૪ યોગિની, ૫૨ વીર, તેમજ ૩૩ કરોડ દેવતાના અને ગુરૃદત્તાત્રેયના બેસણા છે. ગીરનારની વિશેષતા એ પણ છે કે એમાં સાત શિખર આવેલા છે. જેમાં ગોરખનાથનું શિખર સૌથી ઉંચુ છે. 
ગીરનાર પર્વતમાં ૧૮ મંદીરો આવેલા છે. વળી ગુરૃદત્તાત્રેય ભીમકુંડ, ભૈરવજપ, ગૌ મુખી ગંગા, રા માંડલિકનો શિલાલેખ, જૈન દેરાસરો, અંબાજી મંદિર, ઓઘડ શીખર, દત શિખર, મહાકાળી માતાજી મંદિર, નગારિયો પથ્થર એ એમની ખાસ પહેચાન છે. આમ જોઈએ તો એની આકૃતિ સુતેલા ઋષિ સમાન લાગે છે.

ભવનાથમાં 57 એકરમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 5 દિવસીવ શિવરાત્રી મેળો તળેટીમાં યોજાશે. શિવરાત્રીના દિવસે ભવનાથમાં સાધુ સંતોની રવાડી નીકળશે. રવેડી બાદ સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. દેશભરમાંથી 2200થી વધારે દિગમ્બર સાધુઓ આ ધાર્મિક પર્વમાં જોડાશે.


Thursday, 8 February 2018


Google અને NCERT વિદ્યાર્થીઓને ડિજિટલ સલામતી શીખવવા માટે કરાર કર્યા

Google અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCRT-National Council of Educational Research and Training) એ માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT--Information and Communication Technology) અભ્યાસક્રમમાં 'ડિજિટલ સિટિઝનશિપ એન્ડ સેફ્ટી' પર અભ્યાસક્રમને સંકલિત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ સંધિ 'સેફર ઈન્ટરનેટ ડે' (6 ફેબ્રુઆરી) પર હસ્તાક્ષર કરવામાં આવી હતી. આ કોર્સનો હેતુ ભારતની યુવા પેઢીની જાગૃતિ લાવવા માટે ઇન્ટરનેટને એક સલામત જગ્યા બનાવવું.

શું કહે છે આ કરાર?

ગૂગલ ઇન્ડિયા દ્વારા ડિજિટલ નાગરિકતા અને સલામતી અભ્યાસક્રમ માળખાગત વર્ગના અભ્યાસ દ્વારા ઇન્ટરનેટ સલામતી અને વપરાશના સામાજિક, નૈતિક અને કાનૂની પાસા લાવવાનો છે. 

સંપૂર્ણ અભ્યાસક્રમ ચાર વર્ગો (Themes) માં વહેંચાયેલો છે , જેમ કે સ્માર્ટ બનવું, સલામત બનવું, ડિજિટલ નાગરિક બનવું અને ભવિષ્યમાં તૈયાર થવું .

આ કોર્સનો પ્રારંભ પ્રાથમિક વર્ગોથી વરિષ્ઠ માધ્યમિક બાળકોના ઇન્ટરનેટ વપરાશ સાથે ધીમે ધીમે થવાનો છે. કોર્સના મોડ્યુલો (કેટેગરીઝ) બાળકોને જોડવા અને તેમના બૌદ્ધિક અને જિજ્ઞાસુ પ્રકૃતિ સાથે ગતિ મેળવવામાં આવે છે.

ઈન્ટરનેટ સલામતીથી બાળકોને પરિચિત બનાવવાના હેતુના મૂળભૂત મૉડ્યૂલ્સ, ગોપનીયતા, ઉપકરણ મેનેજમેન્ટ, બૌદ્ધિક સંપત્તિ (આઇપી) અને પ્રતિષ્ઠા સંચાલન જેવા અદ્યતન વિષયોમાં વધારો થાય છે, જેમ કે બાળકો વધતા જાય છે, જે ધીમે ધીમે ઓનલાઇન નાણાકીય સાક્ષરતા અને સાયબર ક્રાઇમ તરફ આગળ વધે છે. ડિજિટલ સિટિઝન્સ તરીકે તેમને વધુમાં, ગૂગલ (Google) એ શિક્ષકો માટે અભ્યાસક્રમ પણ બનાવ્યો છે જેથી તેઓ વિદ્યાર્થીઓ તેમના વર્ગખંડમાં ડિજિટલ નાગરિકતા વિશે બધું શીખી શકે.

1854 બાદ પ્રથમ વખત પોસ્ટમેનના યુનિફોર્મમાં ફેરફાર, ગાંધી ટોપીને વિદાય- પોસ્ટમેન સહિતના કર્મચારીઓનો ખાખી યુનિફોર્મ હવે ખાદીનો થશે


વર્ષ 1854માં પોસ્ટ વિભાગની શરુઆત થયા બાદ સૌ પ્રથમ વખત પોસ્ટમેનના યુનિફોર્મમાં ફેરફાર કરાયો છે. વડોદરા રીજનના ૧૫૦૦ જેટલા પોસ્ટમેન અને ૮૯૪ જેટલા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફને નવો યુનિફોર્મ મળશે. યુનિફોર્મના રંગમા કોઇ ફેરફાર કરાયો નથી, ખાખી રંગનો આ યુનિફોર્મ હવે ખાદીના કાપડનો રહેશે.

આ ઉપરાંત યુનિફોર્મની ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરાયા છે. ઘરે-ઘરે ટપાલ આપવા માટે આવતા પોસ્ટમેન હવે ગાંધીટોપીમાં જોવા નહીં મળે કારણકે, નવા યુનિફોર્મમાં ગાંધી ટોપીના બદલે સાદી ટોપી રાખવામાં આવી છે.


સ્વતંત્રતા પૂર્વે અંગ્રેજોના શાસન વખતે પોસ્ટમેન સહિતના પોસ્ટ વિભાગના સ્ટાફનો ખાખી યુનિફોર્મ નિયત કરાયો હતો. સ્વતંત્રતા બાદ ભારત સરકારે પણ પોસ્ટ વિભાગના કર્મચારીઓ માટે ખાખી યુનિફોર્મ જ ચાલુ રાખ્યો હતો. પરંતુ, હવે પોસ્ટમેન તથા મલ્ટી પર્પસ સ્કીલના કર્મચારીઓના ખાખી યુનિફોર્મને ખાદીનો કરવાનો નિર્ણય દેશભરમાં લેવાયો છે.ઝુલન ગોસ્વામીએ ૨૦૦મી વિકેટ ઝડપી : વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર


- સાઉથ આફ્રિકા સામેની વન ડેમાં ભારતીય મહિલા ક્રિકેટરની સિદ્ધિ

- ૩૫ વર્ષીય બોલરે ૧૬૬મી વન ડેમાં રેકોર્ડ નોંધાવ્યો


ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ વધુ એક સિદ્ધિનું શિખર સર કરતાં આંતરરાષ્ટ્રીય વિમેન્સ વન ડે ક્રિકેટમાં ૨૦૦ વિકેટ ઝડપનારી સૌપ્રથમ મહિલા ખેલાડી તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ઝુલને સાઉથ આફ્રિકા સામેની આઇસીસી વિમેન્સ ચેમ્પિયનશીપની બીજી વન ડેમાં સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટની વિકેટ ઝડપીને વિમેન્સ ક્રિકેટમાં અનોખો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.  ઝુલન ગોસ્વામીએ કારકિર્દીની ૧૬૬મી વન ડે રમતાં ૨૦૦ વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી. ભારતે બીજી વન ડેમાં પણ જીતનો તખ્તો તૈયાર કરતાં યજમાન સાઉથ આફ્રિકાને૩૦૨ રનનો વિશાળ પડકાર આપ્યો હતો. નોંધપાત્ર છે કે, પ્રથમ વન ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને ૮૮ રનથી હાર આપી હતી. આ ચેમ્પિયનશીપમાં બંને ટીમોને ૨૦૨૧માં વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવવાની તક મળી છે. ભારતની મહિલા ટીમે ત્રણ વિકેટે ૩૦૨ રન ખડક્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા ૧૨૪માં ખખડી જતાં ભારતનો ૧૭૮ રનથી વિજય થયો હતો અને ભારતે આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવી હતી.

વિમેન્સ વન ડેમાં હાઈએસ્ટ વિકેટનો રેકોર્ડ

બોલર
દેશ
વન ડે
ઓવર
રન
વિકેટ
બેસ્ટ
સરેરાશ
ગોસ્વામી
ભારત
૧૬૬*
૧૩૩૭.૧
૪૩૩૫
૨૦૦
૬/૩૧
૨૧.૬૭
ફિટ્ઝપેટ્રિક
ઓસ્ટ્રેલિયા
૧૦૯
૧૦૦૨.૫
૩૦૨૩
૧૮૦
૫/૧૪
૧૬.૭૯
સ્થાલેકર
ઓસ્ટ્રેલિયા
૧૨૫
૯૯૪.૦
૩૬૪૬
૧૪૬
૫/૩૫
૨૪.૯૭
એ.મોહમ્મદ
વિન્ડિઝ
૧૧૧
૮૩૦.૪
૨૭૬૬
૧૪૫
૭/૧૪
૧૯.૦૭
નીતુ ડેવિડ
ભારત
૯૭
૮૧૫.૨
૨૩૦૫
૧૪૧
૫/૨૦
૧૬.૩૪