શુક્રવાર, 12 જાન્યુઆરી, 2018

દેશના ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ યોજી



- ભ્રષ્ટાચારની વાત CJIએ સાંભળી નહીં, દેશનું લોકતંત્ર ખતરામાં

- મુખ્ય ન્યાયાધીશ પર દેશની જનતાએ નિર્ણય કરવો જોઇ

આજનો દિવસ ન્યાયપાલિકા માટે ઐતિહાસિક દિવસ છે. આજે પહેલીવાર સુપ્રીમ કોર્ટના વર્તમાન જજોએ મીડિયાને સંબોધિત કરી.

પ્રેસ કોન્ફનરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું ક્યારેક એવું થાય છે કે સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા બદલાય છે. સુપ્રીમ કોર્ટનું વહિવટીતંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું, અને જો આમ ચાલતું રહેશે તો લોકતાંત્ર માટે ભય ઉભો થશે. તેમણે કહ્યું અમે આ મુદ્દે મુખ્ય ન્યાયધિશ સાથે વાત કરી પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહીં.

જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું,‘ જો અમે દેશની સામે આ વાત મુકી નહી તો લોકાશાહી સામે ખતરો ઉભો થશે. અમે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા (CJI) સાથે ભ્રષ્ટાચાર પર વાત કરી. ચાર મહિના પહેલા અમે ચારેય જજોએ CJIને એક પત્ર લખ્યો હતો. જે વહિવટીતંત્ર અંગે હતો, અમે કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા.

દેશના મુખ્ય ન્યાયાધીશ પર દેશની જનતાએ નિર્ણય કરવો જોઇ, અમે બસ દેશનું રૂણ અદા કરી રહ્યાં છીએ. જજોએ કહ્યું અમે નથી ઇચ્છતા કે અમારા પર કોઇ આરોપ લાગે.


ઉલ્લેખનીય છે કે દેશના આ ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજોએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હોય. પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ જસ્તી ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો