સોમવાર, 22 જાન્યુઆરી, 2018

"વર્લ્ડ ઈકોનોમિક ફોરમ"માં ભાગ લેવા વડાપ્રધાન સ્વિત્ઝરલેન્ડ પહોંચશે

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે ઓપનિંગ સ્પીચ

- પહેલીવાર ભાગ લઈ રહ્યા છે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિત્ઝરલેન્ડ પહોંચ્યા છે. આજથી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં  "વર્લ્ડ ઈકોનોમિક ફોરમ" (WEF)ની શરૂઆત થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ભાગ લઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી સોમવારે ગ્લોબલ CEOs માટે ડિનરનું આયોજન કરશે મંગળવારે તેઓ ઓપનિંગ સેશનમાં ભાષણ આપશે અને ગ્લોબલ બિઝનેસ કોમ્યુનિટી સાથે મુલાકાત પણ કરશે. WEF પાંચ દિવસ ચાલશે. આ સમિટ સ્વિતઝરલેન્ડના સ્કીઈંગ રિસોર્ટમાં રાખવામાં આવી છે. WEFમાં આ વખતે 130થી વધારે દેશ ભાગ લઈ રહ્યા છે.

WEF
ના ચેરમેન ક્લોસ શ્વોબના જણાવ્યા પ્રમાણે સમિટ સોમવાર સાંજથી શરૂ થશે. મીટિંગમાં થીમ 'ક્રિએટિંગ અ શેર ફ્યૂચર ઈન એ ફ્રેક્ચર્ડ વર્લ્ડ' રાખવામાં આવી છે. આ ફોરમમાં શાહરૂખ ખાન, ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ કેટ બ્લેંચેટ, લેજન્ડરી બ્રિટિશ સિંગર એલ્ટન જોનનું સન્માન પણ કરવામાં આવશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો