શનિવાર, 6 જાન્યુઆરી, 2018

૧૦ લાખ પાટીદાર યુવાનોને કોન્સ્ટેબલથી લઇ આઇએએસની નોકરીમાં મોકલાશે

-ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ -ઉદ્યોગપતિઓ પણ દીકરા

- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૧૮નો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો.

આ સમિટ ત્રણ દિવસ ચાલશે પ્રથમ દિવસે પંચામૃત શક્તિ અંતર્ગત ૧૦ પણ કરાયા હતા. સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા, નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા અને શિક્ષિત યુવાનોને તાલીમ આપીને રોજગારી આપવાની ઉદ્દેશ્યથી સરદારધામ દ્વારા સમિટ યોજાઈ રહી છે.


સમિટમાં લગભગ ૬ હજાર જેટલા નાના- મોટા પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મિશન ૨૦૨૬ અંતર્ગત તલાટીથી માંડીને મંત્રી સુધી તથા કોન્સ્ટેબલથી લઈને અધિકારી સુધી ૧૦ લાખ પાટીદાર યુવાનોન તંત્રમાં મોકલવાનો ઉદ્દેશ્ય છે. ઉપરાંત દેશ- વિદેશમાં ૧૦ હજાર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના દિકરા- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે. તેઓએ ઉમેર્યું હતું કે, યુવા પેઢી ભટકી ન જાય અને સાચી દિશામાં આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપે તે સમાજ અને સરકાર બન્નેની ફરજ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો