ગુરુવાર, 11 જાન્યુઆરી, 2018


આંચલ ઠાકુરે આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં મેડલ જીતી ઈતિહાસ રચ્યો



- સ્કીઈંગમાં ઈન્ટરનેશનલ મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી

- તુર્કીમાં યોજાયેલી સ્કી રેસમાં બ્રોન્ઝ જીત્યો ઈર્ઝુરુમ

 ભારતની આંચલ ઠાકુરે તુર્કીમાં યોજાયેલી સ્કી રેસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. 

તુર્કીના ઈર્ઝુરુમ ખાતેના પાલાનડોકેન સ્કી સેન્ટર ખાતે આલ્પાઈન એજડેર ૩૨૦૦ કપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મનાલીની રહેવાસી એવી આંચલ ઠાકુરે સ્લાલોમ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. 


આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ ઈવેન્ટમાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી તરીકેનો રેકોર્ડ સર્જ્યા બાદ આંચલ ઠાકુરે ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે, અણધારી સફળતાથી ખુશ છું. મારો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીતીને રોમાંચ અનુભવી રહી છું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો