શનિવાર, 23 ડિસેમ્બર, 2017

વિદેશ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે SAMEEP લોન્ચ કરવામાં આવી છે


કેન્દ્રીય મંત્રાલય વિદેશ મંત્રાલય (Ministry of External Affairs - MEA) દ્વારા SAMEEP (Students and MEA Engagement Program) શરૂ કરવામાં આવી છે. તે એક આઉટરીચ મિશન છે જેનો હેતુ દેશભરમાં વિદ્યાર્થીઓ માટે ભારતીય વિદેશ નીતિ અને તેની વૈશ્વિક પ્રવૃત્તિઓ લેવાનો છે અને કારકિર્દી વિકલ્પ તરીકે મુત્સદ્દીગીરી જોવા માટે પણ છે. તેનું નામ “My Gov portal દ્વારા અને 550 સૂચિત સૂચિઓમાંથી લેવામાં આવ્યું હતું.

SAMEEP (વિદ્યાર્થીઓ અને વિદેશ મંત્રાલયની સામેલગીરી કાર્યક્રમ)

તેનો ઉદ્દેશ ભારતની શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓને વિદેશ મંત્રાલયની કામગીરી વિશે જાણવાનું છે. તે ભારતની વિદેશ નીતિના મુખ્ય ઘટકો અને તેની સફળ વાર્તાઓમાં તેમને રજૂ કરવા માંગે છે. તે વિદેશ મંત્રાલયના અધિકારીઓ, અંડર સેક્રેટરી અને ઉપરોક્ત તેમના વતનમાં અથવા તેમના માતૃ સંસ્થા અથવા કૉલેજમાં પરત જવાનો વિકલ્પ છે. તે હેઠળ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન રહેવા અને વાતચીત કરવા માટે તેમના વતનમાં અને ખાસ કરીને તેમના માતૃ સંસ્થામાં જશે.


અધિકારીઓ એ જણાવશે કે વિદેશ મંત્રાલય કેવી રીતે કામ કરે છે, ભારતની વિદેશ નીતિ, તેઓ કેવી રીતે મુત્સદ્દીગીરી કરે છે જેથી વિદ્યાર્થી તેના વિશે કારકિર્દી વિકલ્પ તરીકે વિચારે. વિદેશ મંત્રાલયે આ પ્રોગ્રામ માટે તેના અધિકારીઓની પ્રમાણિત પ્રસ્તુતિ આપી છે અને અધિકારીઓએ તેમના વ્યક્તિગત અનુભવોને ઉમેરી શકે છે તેના સુધારણા માટે ફેરફાર કરવા માટે મુક્ત હશે.
ગ્રામીણ વસ્તીના નાણાકીય સમાવેશમાં સુધારો કરવા માટે “દરપન પ્રોજેક્ટ” શરૂ કર્યો



સંચાર મંત્રાલય દ્વારા સેવાની ગુણવત્તામાં સુધારો કરવા, બિન-બેન્કિગ ગ્રામ્ય વસ્તીના નાણાકીય મૂલ્યાંકન અને સેવાઓને મૂલ્યવાન બનાવવા માટે દરપન પ્રોજેક્ટ(DARPAN-The Digital Advancement of Rural Post Office for A New India) શરૂ કરવામાં આવ્યો છે.

દરપન એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) આધુનિકીકરણ પ્રોજેક્ટ છે, જેનો હેતુ બિન-બેન્કે ગ્રામ્ય વસ્તીના નાણાકીય સમાવેશને સમજવા માટે છે. તે એકાઉન્ટ ધારકો ને કોર બેન્કિંગ સેવાઓ આપે છે.

દરપન પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ દ્વારા દરેક શાખાના પોસ્ટ માસ્ટર (Branch Postmaster - BPM) ને ઓછા વીજ ટેક્નોલોજી ઉકેલ પૂરો પાડવાનો છે. જેથી લગભગ 1.29 લાખ પોસ્ટ ઑફિસની શાખાઓની (branch post offices - BOs) સર્વિસ ડિલિવરીમાં સુધારો થશે.


તેનો હેતુ ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ વિભાગની પહોંચમાં (Department of Posts -DoP) વધારો કરવો અને તમામ નાણાકીય રેમેન્ડન્સ, બચત ખાતા અને ગ્રામવાસીઓના ટ્રાફિકમાં વધારો કરવાનો છે . તેનો  હેતુ સ્વયંસંચાલિત લક્ષ્યાંક અને જવાબદાર લેખોનું ડિલીવરી માટે મેલ ઑપરેશન પ્રક્રિયાઓમાં સુધારો કરવો છે
રોહિતનો ૩૫ બોલમાં ફાસ્ટેસ્ટ સદીનો વર્લ્ડ રેકોર્ડ : ભારતનો ટ્વેન્ટી-૨૦ શ્રેણી વિજય



- રોહિતનો ઝંઝાવાત : ૪૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૧૮ રન ઝૂડયા : સાઉથ આફ્રિકાના મિલરના રેકોર્ડની બરોબરી કરી

ભારતે ૨૬૦/૫નો  જંગી સ્કોર ખડક્યો : શ્રીલંકા ૧૭૨માં ઓલઆઉટ

ઈન્દોર : ઈન ફોર્મ કેપ્ટન રોહિત શર્માએ ૧૦ છગ્ગા અને ૧૨ ચોગ્ગા સાથે ૪૩ બોલમાં ૧૧૮ રન ઝૂડવા સાથે ફાસ્ટેસ્ટ સદીના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરતાં ભારતે બીજી ટી-૨૦માં ૨૬૦/૫નો જંગી સ્કોર ખડકીને શ્રીલંકાને કચડી નાંખ્યું હતુ.


ભારતે આ સાથે સતત બીજી ટી-૨૦ જીતીને ત્રણ મેચની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. રોહિત શર્માની વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરતી તોફાની ઈનિંગ તેમજ લોકેશ રાહુલના ૮૯ રનની મદદથી ભારતે ૨૦ ઓવરમાં ટી-૨૦ના પાંચ વિકેટે ૨૬૦ રન નોંધાવતા ઈતિહાસનો સેકન્ડ હાઈએસ્ટ સ્કોર ખડક્યો હતો. આ સાથે જ ભારતની જીત નિશ્ચિત લાગવા માંડી હતી. શ્રીલંકાએ શરૃઆતમાં લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ આખરે ભારતીય સ્પિનરો સામે ઝુકી જતાં ટીમ ઈન્ડિયાએ બીજી ટી-૨૦ની સાથે શ્રેણી પર કબજો જમાવ્યો હતો. શ્રીલંકાની ટીમ ૧૭૨ રનમાં જ ખખડી ગઈ હતી અને ભારત ૮૮ રનથી જીત્યું હતુ.


હાલના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ


- અરૃણ જેટલીએ ગુજરાત આવી સત્તાનો કળશ વિજય રૃપાણી-નિતીન પટેલ પર ઢોળ્યો


- બે કેન્દ્રીય નિરીક્ષકો અરૃણ જેટલી- સરોજ પાન્ડેની હાજરીમાં ભાજપના ધારાસભ્યોનો સર્વસંમતિથી નિર્ણય

બે કેન્દ્રીય નિરિક્ષકો નાણામંત્રી અરૃણ જેટલી અને ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાન્ડેની અધ્યક્ષતા હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. જે મુજબ હાલના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરીથી તે જ હોદ્દા પર ચાલુ રહેશે.



દોકલામ સહિતના સરહદી વિવાદોના ઉકેલ માટે અંતે ભારત-ચીન સહમત


- અમેરિકાએ ચીનની ટીકા કર્યાના બીજા દિવસે ડ્રેગન નરમ પડયું

- ૭૩ દિવસ ચાલેલા દોકલામ વિવાદના કારણે બન્ને દેશો વચ્ચે સર્જાયેલી તંગદિલી બાદ પહેલી બેઠક યોજાઇ

ભારત અને ચીન વચ્ચે દોકલામ વીવાદ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરહદથી લઇને અન્ય વિવાદો અંગે ચર્ચા થઇ હતી. ખાસ કરીને સરહદના જે પણ વિવાદો છે તેને કામય માટે શાંત કરવા માટે કે તેના નિકાલ માટે ભારત અને ચીન બન્ને દેશોએ પેન્ડિંગ ફાઇનલ રિઝોલુશન માટે સહમતી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ભારત વતી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને ચીન વતી તેમના સમકક્ષ યાંગ જેસ્ચી વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી.

૭૩ દિવસ સુધી દોકલામ વિવાદ મુદ્દે બન્ને દેશોની વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પહેલી વખત ભારત અને ચીન વચ્ચે આ મુદ્દાઓને લઇને બેઠક યોજાઇ છે. બન્ને દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ બેઠક ઘણી જ સકારાત્મક રહી છે અને તેનાથી બન્ને દેશોના વીવીધ વિવાદોનું સમાધાન કરવાના પ્રયાસો થશે.


દોકલામ વિવાદ ૧૬મી જુનના રોજ શરુ થયો હતો. અહીં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોડનું બાંધકામ કરતા અટકાવ્યા હતા, જે બાદ ચીની સૈનિકોએ ભારતીય બંકરો પણ તોડી નાખ્યા હતા. આ મામલે ૭૩ દિવસ સુધી બન્ને દેશો વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ જે બેઠક યોજાઇ છે તેમાં ભુતાનની સાથે પણ વાટાઘાટોની ચર્ચા થઇ હતી. કેમ કે દોકલામ ભુતાનનો ભાગ હોવાનંુ મનાય છે. જ્યારે ભારત ભુતાનને મીત્ર દેશ તરીકે સહાય પહોંચાડી રહ્યું છે.