ગુરુવાર, 14 ડિસેમ્બર, 2017

આંધ્રપ્રદેશમાં ભારતનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્લસ્ટર સ્થાપવામાં આવશે



ભારતના પ્રથમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્લસ્ટર (Electronic Manufacturing Cluster -EMC) આંધ્ર પ્રદેશમાં આવશે. 

મોબાઈલ અને થી સંબંધિત પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સુવિધાઓ અને સગવડો પૂરી પાડવા માટે માટે EMC ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. 2012માં કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Ministry of Electronics and Information Technology - MeitY) દ્વારા, ભારતમાં ક્લસ્ટરની સ્થાપના માટે ગ્રાન્ટ-ઇન-એઇડ સાથે ભારતમાં EMC સ્થાપવાની જાહેરાત કરી હતી.


SANKALP પ્રોજેક્ટ



સરકારે SANKALP પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક સાથે $250 મિલિયન લોન માટેના કરાર કર્યા.

SANKALP - “Skills Acquisition and Knowledge Awareness for Livelihood Promotion” ("કુશળતા સંપાદન અને આજીવિકામા વૃદ્ધિ માટે જ્ઞાન જાગૃતત્તા")

પ્રોજેક્ટનો ઉદ્દેશ : કુશળતાના વિકાસ માટે સંસ્થાકીય તંત્રને વધારવા અને કાર્યસ્થળ માટે ગુણવત્તા અને બજાર સંબંધિત તાલીમમાં વધારો. લાંબા અને ટૂંકા ગાળાના વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ (Vocational Education and Training - VET) માં કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમોની ગુણવત્તા અને બજાર સુસંગતતામાં સુધારો કરવા માટે સંસ્થાકીય સુધારણા અને લક્ષ્ય રાખવાનો છે. યુવાનોની યોગ્ય શિક્ષણ, કુશળતા અને નોકરીઓનું ચૅનલિંગ કરવાનો પણ લક્ષ્યાંક છે. તે યુવાનોને બજાર સંબંધિત તાલીમ પૂરી પાડશે અને શક્ય તેટલા મહત્તમ હદ સુધી તેમના રોજગાર ક્ષમતાને વધારશે.


રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” નિમિતે આજે નવિ દિલ્હી ખાતે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસકાર પ્રદાન કરશે. આ પ્રોગ્રામમાં એમને પુરસ્કાર આપવામાં આવશે , જેમણે ણે ઓછી ઊર્જાનો ઉપયોગ કર્યો છે. 
રોહિત શર્મા વન ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન


- મોહાલી વન ડે : ભારતીય કેપ્ટન રોહિતના ૧૨ છગ્ગા, ૧૩ ચોગ્ગા સાથે ૧૫૩ બોલમાં ૨૦૮*

- વન ડે ક્રિકેટમાં ૭માંથી પાંચ બેવડી સદી ભારતીય બેટ્સમેનોના નામે

- ભારતે નિર્ણાયક વન ડે જીતીને શ્રીલંકા સામે શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોહાલીમાં રમાયેલી શ્રીલંકા સામેની શ્રેણીની બીજી અને મહત્વની વન ડેમાં ૧૨ છગ્ગા અને ૧૩ ચોગ્ગા સાથે ૧૫૩ બોલમાં અણનમ ૨૦૮ રન ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે રોહિત વન ડે ઇતિહાસમાં ત્રણ બેવડી સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. 

રોહિત શર્માએ તેની ઝંઝાવાતી ઈનિંગની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિક્રમોની વણઝાર સર્જી હતી. કેપ્ટન રોહિતની આ તોફાની બેવડી સદીને સહારે ભારતે ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૩૯૨ રનનો જંગી સ્કોર ખડકીને શ્રીલંકાને હરાવીને ત્રણ વન ડેની શ્રેણીમાં ૧-૧થી બરોબરી પ્રાપ્ત કરી હતી.


New year to KUTCH




Asadhi Beej - new year of kucth