Tuesday, 12 December 2017

  ગુજરાતની ભૂગોળ 


પ્રશ્નસંપુટ

1. ગુજરાત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે ?
  20.1 થી 24.7ઉત્તર અક્ષાંશ  અને 68.40 થી 74.40 પૂર્વ રેખાંશ

2. ગુજરાતનું ફલક્ષેત્રફળ કેટલું છે ?
  1,96,024 ચો.કિ.મી

3. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ક્યો છે ?
  કચ્છ

4. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ?
  ડાંગ

5. ગુજરાત રાજયનો સ્થાપના દિન ક્યો છે ?
  1 લી મે

6. ગુજરાતની વસતિગીચતા કેટલી છે ?
  258 પ્રતિ ચો.કી.

7. ગુજરાતનું  રાજય પ્રાણી કર્યુ છે ?
  ગિરનો સિંહ

8. ગુજરાતનું રાજ્ય પંખી કયું છે ?
  સુરખાબ

9. ગુજરાતમાં લિંગપ્રમાણ કેટલું છે?
  921 પ્રતિ 1000 પુરુષો

10. દામોદરકુંડ ક્યાં આવેલ છે ?
  જૂનાગઢ

11. રાજ્યનું સૌથી મોટું બંદર કયું છે ?
  કંડલા

12. રાજ્યમાંથી ક્યા ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર છે ?
  ધોરીમાર્ગ. નં.6, 8, 14,15, 59, 113, 228 અને NE નં. 1

13. હમીર સરોવર કયાં આવેલું છે ?
  ભૂજમાં

14. માતાનો મઢ કયા જિલ્લામાં આવેલ છે?
  કચ્છમાં

15. આયના મહેલ કયાં આવેલ છે ?
  ભુજમાં

16. ગુજરાતના કુલ કેટલા જિલ્લઓ છે ?
  26

17. ગુજરાતમાં છેલ્લે કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે ?
  તાપી

18. ગુજરાતમાં કુલ કેટલા તાલુકા છે ?
  225

19. પાપડ ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે ?
  વાલોડ

20. વસતિ પ્રમાણે ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમાંક છે ?
દશમો