મંગળવાર, 14 નવેમ્બર, 2017

World Diabetes Day




14 નવેમ્બર- ચિલ્ડ્રન્સ ડે



ચિલ્ડ્રન્સ ડે 14 નવેમ્બરના દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. 

બાળકો પ્રત્યેના તેમના પ્રેમ અને સ્નેહ માટે જાણીતા, તેમનો જન્મદિવસ દેશમાં બાળકોના દિવસ તરીકે ઉજવાશે. તેમને પ્રેમથી બાળકો દ્વારા ચાચા નેહરુ તરીકે સંબોધવામાં આવ્યા હતા.જે  બાલ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસ દેશમાં ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ચિલ્ડ્રન્સ ડે બાળકો માટે આનંદનો દિવસ છે, તે બાળકોનાં અધિકારો અને જરૂરિયાતો પર ભાર મૂકે છે. તે શિક્ષણ, સંભાળ અને સલામત બાળપણના અધિકારના મહત્વ વિશે વાત કરે છે.  બાળકોને પ્રેમથી સંવર્ધન કરવું જોઈએ કારણ કે તેઓ દેશના ભાવિ નાગરિકો છે.

વિવિધ દેશોમાં વિવિધ તારીખો પર ચિલ્ડ્રન્સ ડે ઉજવાય છે. યુનાઈટેડ નેશનની ભલામણ મુજબ, યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે 20 મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ કિંગ્ડમે સૌ પ્રથમ 1954 માં ચિલ્ડ્રન્સ ડેની જાહેરાત કરી હતી કે તમામ દેશોમાં બાળકોમાં પરસ્પર સમજૂતીને પ્રોત્સાહન આપવા માટે એક દિવસની સ્થાપના માટે પ્રોત્સાહિત કરવું. ભારતીય બાળકોનો દિવસ 1959 સુધી જળવાઈ રહ્યો છે. જવાહરલાલ નહેરુના મૃત્યુ પહેલા, ભારત 20 મી નવેમ્બરના રોજ યુનાઈટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવતો હતો. 1964 માં નહેરુના મૃત્યુ પછી, નહેરુનો જન્મદિવસ સર્વસંમતિથી ભારતમાં બાલ દિવસ અથવા બાળકોના દિવસ તરીકે ઉજવવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

ભારતમાં ચિલ્ડ્રન્સ ડે ઉજવણી
ચિલ્ડ્રન્સ ડે ભારતમાં શાળાઓમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ કાર્યક્રમો, કાર્યશાળાઓ આ દિવસે યોજાય છે. કેટલાક બાળકોમાં ગુલાબનું વિતરણ કરે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે નેહરુચાચાને ગુલાબ પ્રિય ફુલ હતું.. કેટલીક શાળાઓમાં, બાળકો ચાચા નેહરુ તરીકે દિવસના મહત્વનું ચિત્રણ કરે છે. ઉજવણીઓમાં બાળકોને સામેલ કરવા માટે શાળાઓમાં રમત-ગમતના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. બાળકોમાં મીઠાઈઓ વહેંચવામાં આવે છે.


બંગાળને મળી 'રસગુલ્લા'ની ભૌગોલિક ઓળખ, લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત

- પશ્ચિમ બંગાળ અને ઑડિશા વચ્ચે લાંબા સમયથી ચાલતો હતો વિવાદ

- મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી


બંગાળને મળી 'રસગુલ્લા'ની ભૌગોલિક ઓળખ, લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત 


પશ્ચિમ બંગાળ અને ઑડિશા વચ્ચે રસગુલ્લાને લઇને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હવે આ વિવાદનો હવે અંત આવી ગયો છે. આજે આવેલા એક નિર્ણયમાં રસગુલ્લાની સત્તાવાર ઓળખ પશ્ચિમ બંગાળના નામે થઇ છે. બંગાળને હવે રસગુલ્લા માટે ભૌગોલિક ઓળખ(GI) ટેગ મળ્યો છે.
રસગુલ્લાએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત મિઠાઇ છે. પરંતુ તેના ઉત્પાદનના મામલે ઑડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે બે વર્ષથી સુનાવણી ચાલી રહી હતી. જે બાદ આજે તેનો નિર્ણય આવ્યો હતો. આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, 'અમે ખુશી અને ગર્વ અનુભવીએ છીએ કે બંગાળના રસગુલ્લાને ભૌગોલિક ઓળખનું ટેગ મળ્યું છે'
પશ્ચિમ બંગાળ તરફથી દાવો હતો કે, રસગુલ્લા તેમના રાજ્યમાં 1868 પહેલા  નવીનચંદ્ર દાસે બનાવ્યા હતા. જ્યારે ઓરીસ્સા સરકારમાં મંત્રી પ્રદિપ કુમારે 2015માં દાવો કર્યો હતો કે રસગુલ્લા ઑડિશાની ઓળખ છે. છેલ્લા 600 વર્ષથી રસગુલ્લા ઑડિશામાં છે. તેમણે રસગુલ્લાને ભગવાન જગન્નાથના પ્રસાદ સાથે જોડ્યા હતા.તેમણે દાવો કર્યો હતો કે, રસગુલ્લાનો ઉપયોગ છેલ્લા 300 વર્ષોથી પુરી રથયાત્રામાં થાય છે.
આ મામલે આવેલા દાવાઓ બાદ આજે ચુકાદો આવ્યો હતો. આ સુનાવણીથી બંન્ને રાજ્યો વચ્ચે ચાલતા વિવાદનો અંત આવી ગયો છે. રસગુલ્લા માટે હવે પશ્ચિમ બંગાળ રાજ્યને તેની ભૌગોલિક ઓળખનું ટેગ મળી ગયું છે.

131 વર્ષનું થયુ Hole punch મશીન: Googleએ બનાવ્યુ ડૂડલ

- ફ્રેડરિક સુનેનિકે 14 નવેમ્બર 1886એ આની પેટન્ટ બનાવી હતી


131 વર્ષનું થયુ Hole punch મશીન: Googleએ બનાવ્યુ ડૂડલ 


આજે 14 નવેમ્બર એટલે બાળ દિવસ પણ સાથે સાથે આજના દિવસે 1886માં Hole punch છિદ્ર મશીન બનાવવામાં આવ્યુ હતુ. ફ્રેડરિક સુનેનિકે 131 વર્ષ પહેલા આ મશીનની પેટન્ટ બનાવી હતી.

તમને યાદ હશે કે પહેલાના સમયમાં કાગળો અથવા ફાઈલોને બાંધવા માટે સોયથી તેમાં કાણું પાડવામાં આવતુ હતુ પછી કોઈ મોટા દોરાથી તેને સાંધવામાં આવતુ હતુ. ભારતમાં ફાઈલિંગનું આ કામ અઘરુ હતુ. જોતજોતામાં જ હોલ પંચ Hole punch આપણી સ્ટેશનરીમાં સામેલ થયો અને ફાઈલિંગના કામને ઘણું સહેલુ બનાવી દીધુ.
આ ઘણુ સરળ પરંતુ અદ્ભુત હોલ પંચે આપણા જીવનમાં સામેલ થયા. 130 વર્ષથી પણ વધારે વર્ષ થઈ ગયા છે. ફ્રેડરિક સુનેનિકે 131 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કેણ 1886એ આની પેટન્ટ બનાવી હતી.

131 વર્ષનો સફર કરતા આ છિદ્ર મશીને દરેક જગ્યાએ, દરેક ઓફિસ એટલે સુધી કે લગભગ દરેક ઘરમાં પોતાનું વર્ચસ્વ બનાવી લીધુ. જ્યારે પેટેન્ટ કરાવવામાં આવ્યુ હતુ તો એ દિવસ પણ મંગળવાર હતો અને આજે પણ.
આ અનોખા આવિષ્કાર પર ગુગલે એક ભવ્ય ડૂડલ બનાવીને લોકોને આની જાણકારી બધાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી છે. ભારતમાં 14 નવેમ્બરે જ્યારે સમગ્ર દેશ બાળ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ગુગલ દ્વારા આ પંચ મશીનની જાણકારી આપીને આજના દિવસને વધારે રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે.