સોમવાર, 29 મે, 2017

ઉત્તરાખંડના  પદ્મશ્રી લવરાજ સિંહ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને છ વખત સર કરનાર પ્રથમ ભારતીય બન્યા...

BSFના અધિકારી લવરાજ સિંહ વિશ્વના સૌથી ઉંચા શિખર માઇન્ટ એવરેસ્ટને છ વખત સર કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે શનિવારે(27th may) આ સિધ્ધી મેળવી હતી.  'જીપીએસના આંકડાઓ અનુસાર તેમણે ૬-૧૦ મિનિટે સર્વોચ્ચ શિખર પર પગ મૂક્યો હતો' એમ તેમના પત્ની અને ઉત્તરાખંડ સરકારની મુનસિારી ખાતે આવેલી પર્વતારોહણ સંસ્થાના વડા તેમજ દક્ષિણ ધ્રુવમાં સ્કી કરી ત્રીરંગાને ફરકાવનાર પ્રથમ મહિલા બનનાર રીના કૌશલે કહ્યું હતું.

ઉત્તરાખંડના  પદ્મશ્રી લવરાજ સિંહે
પહેલી વખત ૧૯૯૮માં માઉન્ટ એવરેસ્ટ ચઢ્યા હતા.
૨૦૦૮માં બીજી વખત,
૨૦૦૯માં ત્રીજી વખત,
૨૦૧૨માં ચોથી અને
૨૦૧૩માં પાંચમી વખત એવરેસ્ટ ચઢેલા.

દેહરાદૂનમાં સહાયક કમાન્ડન્ટ તરીકે સેવા આપતા લવરાજ સિંહ ઓએનજીસીની ત્રણ સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની પહેલાં અરૃણાચલના અંશિ જામસેનપા બે બાળકોની માતા હોવા છતાં પાંચ દિવસમાં બે વાર એવરેસ્ટને સર કરી શક્યા હતા.
આંદામાન નિકોબાર ટાપુ વિશે 10 જાણી અજાણી વાતો 


- આંદામાન અને નિકોબાર શબ્દ મલિયાલી ભાષામાંથી લેવામાં આવ્યો છે. જેમાં આંદાનો અર્થ હિન્દુઓના દેવતા હનુમાન અને નિકોબારનો અર્થ નગ્ન માણસોની ભૂમિ થાય છે.

- આ ટાપુઓ પર બોલાતી ભાષા આંદામાન કે નિકોબાર નહીં પણ બંગાળી છે. અહીં મોટાભાગના લોકો બંગાળી ભાષા જાણે છે સાથે અહીં હિન્દી, તામિળ, તેલુગુ અને મલયાલમ પણ બોલાય છે.




- અહીના આદિવાસીઓ બહારના લોકો સાથે વાતચીત નથી કરતા અહીંના આદિવાસીઓમાં સૌથી વધુ જારવાઆદિવાસીઓ જોવા મળે છે. જારવા આદિવાસીઓની સંખ્યા 500થી પણ ઓછી છે.

- આ ટાપુઓની આસપાસ મોટા પ્રમાણમાં વિવિધ પ્રજાતિની દરિયાઈ પ્રજાતિઓ વસે છે જેમાં સૌથી જાણીતી પ્રજાતિ છે દરિયાઈ કાચબો. દર વર્ષે મોટી સંખ્યામાં આ દરિયાઈ કાચબા આંદામાન અને નિકોબારના દરિયા કિનારા પર આવીને ઈંડા મૂકે છે.


- આ ટાપુઓ પર કમર્સિયલ ફિશિંગ પર પ્રતિબંધ છે. દુનિયામાં ઘણી ઓછી જગ્યાઓ છે જ્યાં માછલીઓ ઘરડી થાય ત્યારે મૃત્યુ પામે છે તેમાંની એક જગ્યા આંદામાન નિકોબારના ટાપુઓ.

- તમે ક્યારેય 20 રૂપિયાની નોટ ધ્યાનથી જોઈ છે? જો તમે 20 રૂપિયાની નોટ ધ્યાનથી જોઈ હશે તો તેમે નોટની પાછળના ભાગમાં કુદરતી દ્રશ્ય જોયું હશે. આ સુંદર દ્રશ્ય આંદામન અને નિકોબારના ટાપુઓ છે.


- અંગ્રેજોએ સ્થાપેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના બે ઓફિસર્સ અહીં આવ્યા હતા અને તેમણે આ ટાપુઓને હેવેલોક અને નેઈલી આઈલેન્ડ તેવું નામ આપ્યું હતું.

- બીજા વિશ્વયુદ્ધ પછી જાપાને આ ટાપુઓને પોતાના કબજામાં લઈ લીધા હતા. અને ત્રણ વર્ષ સુધી આ ટાપુઓ જાપાનના ગણાયા.

- ડ્યુગોંગ નામનું દરિયાઈ જીવ આંદામાન અને નિકોબાર ટાપુઓનું રાજ્ય પ્રાણી છે. આ પ્રાણી નાના આંદામાનમાં વધુ જોવા મળે છે.
 
નાગપૂરમાં ૨૦૦ જેટલો ઈલેક્ટ્રિક વાહનોના કાફલાને લોન્ચ કરવાની દેશમાં પ્રથમ ઘટના


સામૂહિક પરિવહનના માધ્યમ તરીકે ૨૦૦ જેટલો ઈલેક્ટ્રિક વાહનોના કાફલાને રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નાગપૂરમાં શુક્રવારે(26th may) લોન્ચ કર્યો હતો. ઈંધણ તરીકે પેટ્રોલ-ડીઝલના સ્થાને ઈલેક્ટ્રિક બેટરીઓનો ઉપયોગ કરતા કાફલાને લોન્ચ કરવાની દેશમાં આ પ્રથમ ઘટના છે.

નાગપૂરમાં રાજ્ય સરકારે ફાસ્ટ અને સ્લો એમ કુલ મળીને ૨૦૦ ચાર્જીંગ સ્ટેશન ઉભા કર્યા છે. ૨૦૩૦ સુધીમાં રસ્તા પર માત્ર ઈલેસ્ટ્રિક કારને પરવાનગી આપવાનો ઈરાદો સરકારનો છે.



પ્રિયંકા ચોપરા અને તેની માતાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ...


અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ભારતમાં દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવવાની છે. હકીકતમાં 'ઈન્ટરનેશનલી એક્લેઈમ્ડ એક્ટ્રેસ એવોર્ડ ' નામની નવી કેટેગેરી તેના માટે શરૂ કરવામાં આવી છે. 


પ્રિયંકા ચોપરા સાથે તેની માતા ડો. મધુ ચોપરા પણ 'વેન્ટિલેટર' માટે  શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ પહેલી જૂને સ્વીકારશે. મધુ ચોપરાએ આ મરાઠી હિટ ફિલ્મનું નિર્માણ કર્યું છે.
ભારતની ભવાની દેવીએ તલવારબાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો...

ભારતની ભવાની દેવીએ આઇસલેન્ડના રેયકજાવિક ખાતે યોજાયેલી ટર્નોઈ સેટેલાઈટ ફેન્સીંગ (તલવારબાજી) ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તે તલવારબાજીની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ખેલાડી બની ગઈ છે.

ભારતની મહિલા તલવારબાજ ભવાનીએ સાબ્રે ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી. તલવારબાજીમાં ઉપયોગમાં લેવાતા ત્રણ આધુનિક શસ્ત્રોમાંના એકને સાબ્રે કહેવામાં આવે છે.


ISRO વધુ એક ૬૫૦ ટનનું  સ્વદેશી રોકેટ તૈયાર કર્યું...


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને એક એવું સ્વદેશી રોકેટ તૈયાર કરવાની તૈયારી કરી છે.

  • રોકેટનું વજન ૨૦૦ મહાકાય હાથી જેટલું છે.
  • લંબાઈ ૪૩ મીટર છે

ભારત પાસેના ત્રણ રોકેટમાં તેની લંબાઈ સૌથી ઓછી છે. જોકે, ભારતના સૌથી મોટા રોકેટ જીએસએલવી માર્ક થ્રી કરતા તેનું વજન દોઢ ગણું અને પીએસએલવીથી બે ગણું છે.  

આ રોકેટની મદદથી ઈસરો ભવિષ્યમાં ભારતવાસીઓને અવકાશમાં મોકલવા માગે છે. આ માટે ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રમાં કામ શરૃ કર્યું છે. આ રોકેટ ટેકનિકલ ભાષામાં જિયોસિન્ક્રોનોસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક થ્રી એટલે કે જીએસએલવી માર્ક થ્રી તરીકે ઓળખાય છે. આ રોકેટ દુનિયાના ચાર ટન જેટલા અતિ ભારે ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવા સક્ષમ હશે. આ રોકેટના ક્રાયોજેનિક એન્જિનનું વજન જ ૩૦ ટન જેટલું છે.


હાલમાં ઈસરોના ચેરમેન એ. એસ. કિરણકુમારે છે.