સોમવાર, 24 એપ્રિલ, 2017

રાજસ્થાનમાં આવેલું એક ગામ જેમાં બાળકોના નામ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, સેમસંગ, એન્ડ્રોઇડ, સિમ કાર્ડ, ચિપ, જીઓની, મિસ્કકોલ અને હાઇકોર્ટ જેવા અજબ ગજબ જોવા મળે છે
Image result for rajasthan school going children

રાજસ્થાનમાં આવેલું એક એવું ગામ છે જેમાં બાળકોના નામ સાંભળીને જ નવાઇ લાગે છે. આ ગામમાં બાળકોના નામમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તેમજ સેમસંગ અને એડરોઇડ જેવા નામ રાખવામાં આવે છે.  રાજસ્થાનના બૂદી જિલ્લાથી 10 કિ.મીના અંતરે આવેલા રામનગર ગામમાં કંજડ જ્ઞાતિની વસ્તી ધરાવતું ગામ આવેલું છે. જેમાં મોટા ભાગના લોકો અભણ છે.
ગામમાં 50 વર્ષના એક વ્યક્તિનું નામ કલેક્ટર છે પણ તેને સ્કૂલના પગથિયા સુધી પહોચ્યો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  પત્ની જશોદાબેન  પહેલી વાર બિહારની રાજધાની પટનાની મુલાકાતે.
Image result for wife of narendra modi


તૈલી સમાજના એક સમારોહમાં હાજરી આપવા પહોંચેલા જશોદાબેને પહેલી વાર હિન્દી ભાષામાં જાહેર સભા સંબોધી હતી. જો કે ભાજપાના કોઈ પણ નેતા આ સમારોહમાં હાજર ન હતા.

શનિવારે મહારાણા પ્રતાપના મંત્રી અને સેનાપતિ ભામાશાહની જન્મજયંતિ નિમિત્તિ ઘાંચી-સાહૂ સમાજ દ્વારા બેગૂસરાય જિલ્લામાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ  જશોદાબહેન મુખ્યઅતિથિ તરીકે આમંત્રિત હોવાને કારણે ભાગ લેવા પહોંચ્યા હતા.  
રેલવે જૂનથી એક મેગા એપ લાવી રહ્યું છે.
Image result for railway image

રેલવે એક નવી એપ્લીકેશન ડેવલપ કરી રહ્યું છે જે પૂરી ઇન્ક્વાયરી સિસ્ટમને કનેક્ટ કરશેએના દ્વારા ટ્રેનથી જોડાયેલી બધી જ માહિતી ઘરે બેઠા મળી જશે.

આ મેગા એપની મદદથી ટ્રેનો આવવાની અને સ્ટેશન પરથી જવાની ઇન્ફોર્મેશન, ટ્રેનોનું મોડું થવું, એમની કેન્સલ થવાની સ્થિતિ, પ્લેટફોર્મ નંબર, ટ્રેનનું રનિંગ સ્ટેશન અને બર્થ અવેલેબિલિટીની જેવી તમામ માહિતી મળશે. આ ઉપરાંત મેગા એપમાં ટેક્સી બુકિંગની ઓફર, કુલીની સર્વિસ, રિટાયરીંગ રૂમ, હોટલ, ટૂર પેકેજ, ઇ કેટરિંગ અને ટ્રાવેલથી જોડાયેલી બીજી બધી જાણકારીઓ પણ મળશે