શુક્રવાર, 15 ડિસેમ્બર, 2017

અમરનાથ વિસ્તાર નહીં માત્ર ગુફા જ 'સાયલન્સ ઝોન' ગણાશે : ગ્રીન ટિબ્યુનલ



- વિરોધ બાદ એનજીટીની સ્પષ્ટતા

- ગુફા સિવાયના પગથિયા નીચેના વિસ્તારોમાં ધૂન- મંત્રોચ્ચાર, જયકાર, ભજનો ગાવાની છૂટ ગુફામાં 
મહાશિવલિંગને ધ્વનિ, ગરમી કે અન્ય પ્રદૂષણથી નુકસાન ન થાય તેવો હેતુ

અમરનાથ ગુફામાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અવાજ પર પ્રતિબંધ મૂક્યા બાદ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રતિબંધ ગુફામાં ધૂન- મંત્રોચ્ચાર કે ભજન ગાવા પર નથી. અમરનાથજી શિવલિંગ સામે શ્રદ્ધાળુઓને શાંતિપૂર્વક ઉભા રહી શાંતિ જાળવવાનો એનજીટીનો આદેશ હતો.

અમરનાથ વિસ્તારને 'સાયલન્સ ઝોન' જાહેર કરવાના પહલાનો વિરોધ થયા બાદ એનજીટીએ સ્પષ્ટતા કરી હતી કે અમરનાથનો સમગ્ર વિસ્તાર સાયલન્સ ઝોન નથી આ પ્રતિબંધ ગુફા સુધી જતા પગથિયા કે અન્ય વિસ્તારોમાં લાગુ પડતો નથી.

ટ્રિબ્યુનલે વધુમાં જણાવ્યું હતું કે બોર્ડના નિયમ મુજબ છેલ્લા ૩૦ પગથયા પર કોઈ પ્રતિબંધિત વસ્તુ લઈ જઈ શકાશે નહી. પગથિયાની નીચેના વિસ્તારમાં કોઈ જ પ્રતિબંધ નથી. પ્રતિબંધ માત્ર અમરનાથની ગુફા પૂરતો જ મર્યાદિત છે.  જેથી મહા શિવલિંગને અવાજ, ગરમી કે અન્ય પ્રદૂષણથી નુકસાન ન થાય.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો