બુધવાર, 27 ડિસેમ્બર, 2017

સરકારે સરકારી નોકરી કરતા લોકો માટે નવા નિયમ જાહેર કર્યા


સરકારે સરકારી નોકરી કરતા લોકો માટે નવા નિયમ જાહેર કર્યા 


સરકારી કર્મચારીઓ માટે આદર્શ વર્તન નિયમ જાહેર કરવામાં આવ્યા

- જાણો, શું છે આ નિયમ?

સરકારે કર્મચારીઓ માટે આદર્શ વર્તન નિયમ જાહેર કર્યા છે. આ નિયમ કર્મચારીઓને રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેવા અને સરકારી નીતિઓ અથવા કાર્યોની ટીકા કરતા અટકાવે છે. નવા નિયમની અસર સરકારી કંપનીઓમાં કામ કરતા 12 લાખથી વધારે કર્મચારીઓ પર પડશે. જાણો, શું છે આ નવા નિયમ? 
1. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (સીપીએસઇ)ના એકીકૃત આદર્શ વર્તન, અનુશાસન અને અપીલ નિયમો અનુસાર કર્મચારીઓએ કોઇ પણ પ્રકારની ભેટ સ્વીકારવાથી બચવું જોઇએ. 
2. આ સાથે જ સાર્વજનિક સ્થળો પર નશીલી દવા અથવા પીણાંનું સેવન, નશાની હાલતમાં સાર્વજનિક પર જવાનું તથા નશીલા પદાર્થ અથવા દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. 
3. આ ઉપરાંત કોઇ પણ કર્મચારી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા સીપીએસઇની નીતિઓ અને કાર્યોની ટીકા થાય અથવા પ્રતિકૂળ અસર પડે તેવા નિવેદન ન આપવા. 
4. તેમાં કર્મચારીના નામથી પ્રકાશિત ડૉક્યુમેન્ટ્સ અથવા કોઇ અન્ય વ્યક્તિના નામથી પ્રકાશિત ડૉક્યુમેન્ટ્સ, પ્રેસ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે કોઇ પણ પ્રકારના સંદેશાવ્યવહાર અથવા સાર્વજનિક રીતે બોલવાનું સામેલ છે. 
5. કોઇ પણ કર્મચારી પોતે અથવા તો કોઇ એવા પ્રદર્શનમાં ભાગ ન લે, જેનાથી કોઇ પણ અપરાધને સમર્થન મળતું હોય.  
6. એક સીપીએસઇ કર્મચારી કોઇ પણ રાજકીય દળ અથવા એવા સંગઠનના પદાધિકારી ન બની શકે જે રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેતું હોય. 
7. આ સાથે જ રાજકીય પ્રકૃતિના કોઇ પણ આંદોલન અથવા પ્રદર્શનમાં ન તો હિસ્સો બની શકે છે અને ન તો આમ કરવામાં મદદરૂપ થઇ શકે છે. કર્મચારીઓએ વિધાનસભા અથવા સ્થાનિક સત્તાધિકારના ચુંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો