સોમવાર, 4 ડિસેમ્બર, 2017

તમિલનાડુ-કેરળમાં ઓખી વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો : મૃત્યુઆંક ૨૫ને પાર



ઓખી વાવાઝોડાએ તમિલનાડુ અને કેરળમાં ભારે કેર વર્તાવ્યો હતો. 

કેરલમાં ભારે વરસાદમાં આજે વધુ ત્રણનાં મોત થતા મૃત્યુ આંક ૧૯ થયો હતો. લગભગ ૬૦૦ કરતાં વધુ માછીમારો દરિયામાં ફસાયા હતા. ઓખી વાવાઝોડુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સ્થિર થયું હતું. બંને રાજ્યોનો મૃત્યુઆંક ૨૫થી વધારે થયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓખી વાવાઝોડુ, ૧૨ કિલોમીટરની ઝડપે દક્ષિણ દિશામાં આગળ વધ્યું હતું હવે તે મુંબઇથી ૮૭૦ કિલોમીટર અને સુરતથી ૧૦૭૦ કિલોમીટર દક્ષિણ પશ્ચિમે સ્થિર થયું છે, આગામી ૭૨ કલાકમાં તે ઉત્તર દિશામાં ફંટાશે. કેરળમાંથી ૬૯૦ માછીમારોને નેવીના જવાનોએ બચાવ્યા હતા. કેરળમાં ૭૪ મકાનોને નુકસાન થયું હતું અને ૬૫૮૧ લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા હતા.

તમિલનાડમાં આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદ થવાની આગાહી કરી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી સિતારમણ તમિલનાડુ અને કેરળમાં બચાવ કાર્યની સમીક્ષા કરવા ગયા હતા.નેવી, કોસ્ટગાર્ડ અને એરફોર્સ દ્વારા બચાવ કામગીરી સતત ચાલુ છે. કેન્દ્રીય મંત્રી સિતારમણે કન્યાકુમારીના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તમિલનાડુ અને કેરળમાં સંખ્યાબંધ માછીમારો તોફાનમાં ફસાઇ ગયા હતા. નેવીએ મોટા ભાગનાને બચાવી લીધા હતા. માછીમારોના સગાંઓ તેમને પૂરતી માહિતી ન મળવાની ફરિયાદ કરતા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં બચાવ કામગીરીમાં વિલંબ  મુદ્દે વિરોધ પ્રદર્શનો થયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો