મંગળવાર, 14 નવેમ્બર, 2017

બંગાળને મળી 'રસગુલ્લા'ની ભૌગોલિક ઓળખ, લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત

- પશ્ચિમ બંગાળ અને ઑડિશા વચ્ચે લાંબા સમયથી ચાલતો હતો વિવાદ

- મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી


બંગાળને મળી 'રસગુલ્લા'ની ભૌગોલિક ઓળખ, લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત 


પશ્ચિમ બંગાળ અને ઑડિશા વચ્ચે રસગુલ્લાને લઇને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હવે આ વિવાદનો હવે અંત આવી ગયો છે. આજે આવેલા એક નિર્ણયમાં રસગુલ્લાની સત્તાવાર ઓળખ પશ્ચિમ બંગાળના નામે થઇ છે. બંગાળને હવે રસગુલ્લા માટે ભૌગોલિક ઓળખ(GI) ટેગ મળ્યો છે.
રસગુલ્લાએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત મિઠાઇ છે. પરંતુ તેના ઉત્પાદનના મામલે ઑડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે બે વર્ષથી સુનાવણી ચાલી રહી હતી. જે બાદ આજે તેનો નિર્ણય આવ્યો હતો. આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, 'અમે ખુશી અને ગર્વ અનુભવીએ છીએ કે બંગાળના રસગુલ્લાને ભૌગોલિક ઓળખનું ટેગ મળ્યું છે'
પશ્ચિમ બંગાળ તરફથી દાવો હતો કે, રસગુલ્લા તેમના રાજ્યમાં 1868 પહેલા  નવીનચંદ્ર દાસે બનાવ્યા હતા. જ્યારે ઓરીસ્સા સરકારમાં મંત્રી પ્રદિપ કુમારે 2015માં દાવો કર્યો હતો કે રસગુલ્લા ઑડિશાની ઓળખ છે. છેલ્લા 600 વર્ષથી રસગુલ્લા ઑડિશામાં છે. તેમણે રસગુલ્લાને ભગવાન જગન્નાથના પ્રસાદ સાથે જોડ્યા હતા.તેમણે દાવો કર્યો હતો કે, રસગુલ્લાનો ઉપયોગ છેલ્લા 300 વર્ષોથી પુરી રથયાત્રામાં થાય છે.
આ મામલે આવેલા દાવાઓ બાદ આજે ચુકાદો આવ્યો હતો. આ સુનાવણીથી બંન્ને રાજ્યો વચ્ચે ચાલતા વિવાદનો અંત આવી ગયો છે. રસગુલ્લા માટે હવે પશ્ચિમ બંગાળ રાજ્યને તેની ભૌગોલિક ઓળખનું ટેગ મળી ગયું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો