સોમવાર, 20 નવેમ્બર, 2017

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અપાશે


- ૨૦૦૪-૧૪ના દાયકા દરમિયાન દેશને શાંત, સુદ્રઢ અને મક્કમ નેતૃત્વ પુરૃ પાડવા બદલ બહુમાન

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ, એનાયત કરવામાં આવશે. આ વર્ષનું પ્રાઇઝફોર પીસ, ડિસઆર્મામેન્ટ એન્ડ ડેવલપમેન્ટ તેમને ૨૦૦૪થી ૧૪ દરમિયાન દેશના વિકાસ અને શાંતી તેમજ વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન મજબૂત બનાવવા માટે તેમને આ ઇનામ એનાયત કરાશે.


ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટે આપેલી માહિતી અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વડપણ હેઠળની આંતરરાષ્ટ્રીય જ્યુરીએ, વડાપ્રધાન મનમોહનસિંહની આ ઇનામ માટે બીનહરીફ પસંદગી કરી છે. પૂર્વ વડાપ્રધાને એક દાયકા સુધી દેશને જે દોરવણી આપી, વિકાસ અને ઉદારીકરણને અમલી બનાવ્યું. સામાજીક તેમજ આર્થિક વિકાસ સાધ્યો વિશ્વમાં ભારતને ગૌરવાન્વિત સ્થાન અપાવ્યું તેમજ પડોશી રાષ્ટ્ર સાથેના સબંધોને શાંત અનએ સૌજન્યપૂર્ણ બનાવીન રાષ્ટ્રને વિશ્વના ફલક પર ગૌરવપ્રદ ભૂમિકા અપાવનાર વડાપ્રધાન તરીકે તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તેમણે દેશના દરેક નાગરિકને તેમના ધર્મ, કોમ કે જાતિને લક્ષ્યમાં લીધા વીના સૌને સમાન દ્રષ્ટિથી નિહાળ્યા અને સૌનો સામુહિક વિકાસ થઇ શકે તે પ્રકારે દેશને નેતૃત્વ પુરૃ પાડયું તે માટે તેમને આ બહુમાન એનાયત થશે તેમ ટ્રસ્ટે કહ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો