ગુરુવાર, 23 નવેમ્બર, 2017

સુખોઇમાંથી દુનિયાની સૌથી ઝડપી મિસાઇલ બ્રાહ્મોસનું સફળ પરીક્ષણ


- ભારતનાં ઇતિહાસમાં પ્રથમવાર ફાઇટર વિમાનમાંની ક્રૂઝ મિસાઇલ છોડાઇ

- ૨.૫ ટનની મિસાઇલ ૨૯૦ કિમી સુધી હુમલો કરવા સક્ષમ

- ઝડપની દ્રષ્ટિએ વિશ્વની ટોચની મિસાઇલોમાં  ગણાતી બ્રહ્મોસ ચીન-પાક. સામે કારગાર હથિયાર


હવાઇ હુમલા માટે જાણીતી સુપર સોનિક બ્રહ્મોસ મિસાઇલનું પ્રથમ વખત એક ફાઇટર જેટ દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણની સાથે જ ભારત હવે એ દેશોમાં સામેલ થઇ ગયો છે કે જેની પાસે આ પ્રકારની મિસાઇલો હોય. બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા ૨૯૦ કિમી છે, એટલે કે ચીન અને પાકિસ્તાન સુધી પહોંચવાની ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે. આ મિસાઇલને વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઇલોમાં સ્થાન આપવામાં આવે છે. એટલે કે ખુબ જ ઝડપથી આ મિસાઇલ વાર કરી શકે છે. 

સમુદ્ર, વાયુ અને જમીન ત્રણેય સ્થળેથી આ મિસાઇલ છોડી શકાય છે. 

આ મિસાઇલને એક યુદ્ધ વીમાન દ્વારા છોડવામાં આવી હતી અને તે તેના ટાર્ગેટ બંગાળની ખાડીમાં જઇને પડી હતી. એટલે કે આ મિસાઇલનું ત્રીજુ વર્ધન હતું, આ પહેલા જમીન અને જળ પરથી છોડી શકાય તેવી મિસાઇલનો સમાવેશ કરી દેવાયો છે. હવે ઇન્ડિયન એરફોર્સને પણ આ મિસાઇલ સોપવામાં આવી છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો