સોમવાર, 6 નવેમ્બર, 2017

પ્રખ્યાત હિન્દી લેખિકા કૃષ્ણા સોબતીને 2017નો 'જ્ઞાનપીઠ' એનાયત થશે



- સોબતી પૂર્વે 1980માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને 1996માં ફેલોશિપ એવોર્ડથી વિભૂષિત થયા હતા

સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ ગણાતો જ્ઞાનપીઠ પુરસ્કાર હિન્દી સાહિત્યના જાણીતા લેખિકા કૃષ્ણા સોબતીને એનાયત થશે. તેમને ૨૦૧૭નો પુરસ્કાર અપાશે. સાહિત્યક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા માટે તેમને ૫૩મો જ્ઞાાનપીઠ એવોર્ડ અપાશે.

૯૨ વર્ષીય લેખિકા સોબતીને આ એવોર્ડ સાથે, ૧૧ લાખ રૃની ધનરાશી, પ્રશંસાપત્ર અને પ્રતિક ચિહ્ન એનાયત કરાશે. કૃષ્ણા સોબતીને આ પહેલા પણ ઘણાં પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. જેમાં મહત્વના ગણાય તેવા પુરસ્કારોમાં તેમની નવલકથા 'જિંદગી નામા' માટે ૧૯૮૦નો સાહિત્ય અકાદમી એવોર્ડ, ૧૯૯૬માં અકાદમીના 'અકાદમી ફેલોશીપ' પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.


તેમની જાણીતી નવલકથા 'મિત્રો મરજાની' માટે તેઓ જાણીતા છે. તેમણે કેટલીયે વાર્તાઓ, નવલકથાઓ દ્વારા હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમની કૃતિઓમાં 'ડાર સે બિછુડી' મિત્રો મરજાની, યારો કે યાર, તિનપહાડ, બાદલો કે ઘેરે, સુરજમુખી અંધેરે કે, જિંદગીનામા, એ લડકી દિલોદાનિશ, હમ હશમત ભાગ અને સમય સરગમ મુખ્ય છે. તેઓ વ્યક્તિની નિતાંત એકલતાના હિમાયતી રહેલા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો