ગુરુવાર, 23 નવેમ્બર, 2017

ભારતની પહેલી મહિલા ડોક્ટરને ગૂગલે ડૂડલ બનાવીને કરી સલામ



- રૂખમાબાઈ રાઉતના 153માં જન્મદિવસ નિમિત્તે ખાસ ડૂડલ

તા. 22 નવેમ્બર 2017, બુધવાર


ગૂગલે આજે ડોક્ટર રૂખમાબાઈ રાઉતના 153માં જન્મદિવસ નિમિત્તે ડૂડલ બનાવીને તેમને સન્માન આપ્યુ છે. રુખમાબાઈ ભારતની પહેલી મહિલા ડોક્ટર હતા. 

ડોક્ટર રૂખમાબાઈનો જન્મ રર ઓક્ટોબર 1864માં થયો હતો. માત્ર 11 વર્ષની વયે તેમની મરજી વિરૂધ્ધ તેમના વિવાહ દાદાજી ભીકાજી સાથે કરી દેવામાં આવ્યા હતા. એ વખતે બાળ વિવાહ એક સામાન્ય વાત હતી. તેમના પતિએ તેમનો અભ્યાસ છોડાવી દીધો અને પોતાની સાથે રહેવા માટે મજબૂર કર્યા. જ્યારે રૂખમાબાઈ આ માટે ન માન્યા તો તેમના પતિએ 1884માં કોર્ટમાં કેસ કર્યો જેમાં અદાલતે રૂખમા બાઈને કહયુ કે તમે તમારા પતિ સાથે રહો અથવા તો જેલમાં રહો. રૂખમાબાઈએ જેલમાં રહેવાનું પસંદ કર્યુ તે જુદા જુદા સમાચાર પત્રોમાં લેખ લખતા હતા જ્યારે તેમને ડોક્ટરી ભણવાનું વિચાર્યુ ત્યારે તેમના માટે લોકોએ સામેથી ફંડ આપ્યો અને તેમને લંડન સ્કૂલ ઓફ મેડિસિનમાંથી ડોક્ટરીનો અભ્યાસ કર્યો. તે લંડનથી એક ફિઝીશિયન બનીને પરત આવ્યા. તે એક ડોક્ટર હોવાની સાથે સાથે સમાજ સેવિકા પણ હતા. તેમણે એ વખતે સમાજના કુરિવાજો જેવા કે બાળવિવાહ, પર્દાપ્રથા વગેરેનો વિરોધ કર્યો તેમને એક નારીવાદી સ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો