મંગળવાર, 31 ઑક્ટોબર, 2017

શર્મિલા ટાગોરને PHDCI દ્વારા 2017 લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા


Congratulations : TET-2 Passed Students



વરિષ્ઠ અભિનેત્રિ શર્મિલા ટાગોરને સિનેમાના ક્ષેત્રે તેમના યોગદાન માટે PHD Chamber of Commerce and Industry (PHDCCI) દ્વારા 2017 લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ અને દિલ્હી ભાજપના વડા મનોજ તિવારીએ તેમને આ એવોર્ડ એનાયત કર્યો. શર્મિલા ટાગોર એક એવા અભિનેત્રિ છે, જેમણે સુપ્રસિદ્ધ દિગ્દર્શક સત્યજીત રેની બંગાળી ફિલ્મ અપુર સંસાર (1959) સાથેની ફિલ્મથી શરૂઆત કરી હતી.

ફિલ્મમેકર-કવિ મુઝફફર અલીને પ્રોત્સાહન અને કલા, ફાઇન આર્ટ્સ અને સાહિત્ય માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં ઉષા મંગેશકર અને ગાયકો પ્રેમ ભાટિયા, અંકિત તિવારી, કવિતા શેઠ, અક્રિતા કકર, રાહુલ વૈદ્ય, મીત બ્રધર્સના મનમીત અને અભિનેતા સુખમની લાંબાને પણ આ સન્માન આપવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો