સોમવાર, 16 ઑક્ટોબર, 2017

આજે 'વાઘ બારસ' સાથે જ દિવાળીના તહેવારોનો ઉલ્લાસભેર પ્રારંભ



આજે વાઘબારસ સાથે જ છ દિવસ માટે દિવાળીના તહેવારોનો પ્રારંભ પણ થઇ જશે. દિવાળીના તહેવારો માત્ર ઉલ્લાસ જ નહીં.

વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસનાનો અવસર મંગળવારે વાઘ બારસ, બુધવારે કાળી ચૌદશ, ગુરુવારે દિવાળી, શુક્રવારે બેસતું વર્ષ જ્યારે શનિવારે ભાઇબીજના પર્વની ઉજવણી કરવામાં આવશે. આમ, આગામી છ દિવસ સ્વજનો-મિત્રો સાથે મીઠાઇ ખાઇ-ફટાકડા ફોડીને લોકો દિવાળીના તહેવારોનો આનંદ માણશે.

માત્ર ઉલ્લાસની રીતે નહીં પણ ધાર્મિક રીતે પણ આ તહેવારો ખૂબ જ મહત્વ ધરાવે છે. આ અંગે મુનિ મિત્રાનંદસાગરજીએ જણાવ્યું હતું કે 'સોમવારથી શરૂ થતી પર્વત્રયી અનુક્રમે વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસનાનો અવસર પૂરો પાડે છે. આ ત્રણેય પર્વનો એકમેક સાથે ગાઢ સંબંધ છે.

વિદ્યા વિના લક્ષ્મી પવિત્ર ન ગણાય અને શક્તિ વિના લક્ષ્મી સ્થિર ન બને. આથી વિદ્યા, લક્ષ્મી અને શક્તિની ઉપાસના જીવનમાં અનિવાર્ય છે.

વાઘ બારસ: આ દિવસ વાગ્ એટલે કે સરસ્વતીની ઉપાસનાનો છે

ધનતેરસ: ધનતેરસે સૂર્યાસ્ત પછી અથવા રાતના સમયે ભગવતી મહાલક્ષ્મી અને ભગવતી પદ્માવતીના જાપ ખાસ કરવા.


કાળી ચૌદસ: આ દિવસ શક્તિની ઉપાસના માટે અત્યંત મહત્વનો છે. આ દિવસે ભગવતી પદ્માવતી, ભગવતી મહાકાલી, ભગવતી ચામુંડા, ઘંટાકર્ણ મહાવીર વગેરેના જાપ કરવા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો