સોમવાર, 9 ઑક્ટોબર, 2017

8 ઓક્ટોબરે ભારતીય વાયુસેનાનો 85મો સ્થાપના દિવસઃ ઉજવણી શરૂ

- હેરતઅંગેજ કારનામા બતાવી રહ્યા છે પાયલોટ

ભારતીય વાયુદળનો 8 ઓક્ટોબરે 85મો ફાઉન્ડેશન ડે છે.

આ માટે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. એરફોર્સના જવાન પરેડની સાથે આશ્ચર્યજનક કરતબો પણ દેખાડી રહ્યાં છે. આ દરમિયાન ફાઈટર પ્લેનનો એર શો પણ થશે. 8 હજાર ફુટની ઉંચાઈએ આકાશગંગા ટીમના પેરા જમ્પર્સ છલાંગ લગાવીને એરબેઝ પર ઉતરશે.


ગત વર્ષે સચિન તેંડુલકર પરેડ જોવા માટે પહોંચ્યા હતા. દર વર્ષે 8 ઓક્ટોબરે દિલ્હી નજીક હિંડન એરબેઝ પર એરફોર્સ ડે સમારંભ મનાવવામાં આવે છે. ગઈકાલે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી. આ દરમિયાન એરફોર્સના જવાનોએ આશ્ચર્યજનક કરતબોની સાથે અનુશાસન પણ દેખાડ્યું. અહીં ફુલડ્રેસ રિહર્સલ અને એર શો જોવા માટે અનેક સ્કૂલના બાળકો પણ હાજર હતા, કે જેથી તેનામાં એરફોર્સ અને દેશ સેવાની ભાવના પેદા થાય. રિહર્સલની શરૂઆત આકાશગંગા ટીમના પેરજમ્પર્સની સાહસથી થઈ. આકાશગંગા ટીમ AN-32 પ્લેનથી 8 હજાર ફુટની ઉંચાઈએ છલાંગ લગાવી અને ત્રિરંગાના રંગમાં રંગાયેલાં પેરાશૂટથી એરબેઝ પર ઉતર્યા. પેરાજમ્પર્સના આ સાહસને જોઈને દરેક હેરાન થઈ ગયા અને દર્શકોએ ઊભા થઈને ટીમનું સ્વાગત કર્યું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો