બુધવાર, 11 ઑક્ટોબર, 2017

રાજ્યના 500 ખેલાડીઓ રાજકોટમાં ખેલશે હોકી

- ખેલ મહાકુંભની રાજ્યકક્ષા ટુર્નામેન્ટ

- 15 દિવસ સુધી તરવરિયાઓ વચ્ચે જામશે કાંટે કી ટક્કર

રાજ્યકક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટમાં 28મીથી હોકી સ્પર્ધા યોજાશે. 

પખવાડીયા સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 500 ખેલાડીઓ પ્રતિભા બતાવશે. 

રાજકોટમાં 28મીથી અંડર-17 ભાઈઓની અને તા.4થી ઓપન કેટેગરીના ભાઈઓની હોકી સપ્રધાનો પ્રારંભ થશે.

જિલ્લા કક્ષાએ વિજેતા થયેલી ટીમ તેમાં ભાગ લેશે. રેસકોર્સમાં આવેલા એસ્પ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે ખેલાડીઓ ટેલેન્ટ ઉજાગર કરશે.ગયા વર્ષે હોકીની ટુર્નામેન્ટ દરમિયાન ટીમો વચ્ચે મારામારી થઈ હતી. આ વખતે કોઈપણ પ્રકારના વિવાદ વિના રમતો યોજાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આવી ટુર્નામેન્ટમાંથી જ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ બહાર આવતા હોય છે. આથી કોઈપણ પ્રકારના કાવાદાવા કે ઝઘડા કરવાને બદલે સંપૂર્ણ ફોકસ કૌશલ્ય નિખારવા પર રાખવું જોઈએ.


11મી નવેમ્બરે સ્પર્ધા પૂરી થશે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અને રમત-ગમત વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો