શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

દુરદર્શન થયુ 58 વર્ષનું- 15 સપ્ટેમ્બરે 1559ના રોજ ભારતમાં થયુ હતુ લોન્ચિંગ


દુરદર્શનની શરૂઆત પ્રાયોગીક ધોરણે 15 સપ્ટેમ્બર 1959ના વર્ષમાં દિલ્હીના આકાશવાણી ભવનમાં એક અસ્થાઇ સ્ટુડિઓ ખાતેથી કરવામાં આવી હતી, કેમકે તેનું અલાયદું મકાન ન હતું. 

શરૂઆત થઇ 500 વોટની ક્ષમતા વાળા એક નાના ટાવરથી જેની રેંજ ફક્ત 25 કિલોમીટર હતી. જેનું નિયમીત પ્રસારણ આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે સપ્ટેમ્બર 15, 1959ના દિવસે શરૂ થયું હતું. શરૂઆતનાં વર્ષોમાં તેનું પ્રસારણ અમુક સમય પુરતું જ અને સામાન્ય હતું.

પ્રથમ પ્રસારણ સેવા શરૂ થયા બાદ ભારત દેશના શક્ય એટલા પ્રદેશને ટેલિવિઝન સાથે જોડવા માટે શક્ય એટલી ઝડપથી લો-ટ્રાંસ્મીટર મુકવાનું ચાલુ થયું, જેનો આંકડો 1400 સુધી પહોંચ્યો, જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. ઇ. સ. 1976 સુધી આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે રહ્યા બાદ દૂરદર્શનની અલગ સેવા ચાલુ કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોમાં લગભગ 1975 સુધી તે ભારતનાં મુખ્ય સાત શહેરો સુધી પ્રસરી ચુક્યું હતું.

શરૂઆતમાં દુરદર્શનમાં જાહેરાત નહોતી આવતી, કેમ કે ટેલિવિઝનને તેણે માત્ર શિક્ષણનું માધ્યમ ગણ્યું હતું, પરંતુ વખત જતાં તેની પોલીસી બદલી અને 1 જાન્યુઆરી 1976નાં રોજ તેણે ગ્વાલિયર સૂટિંગની પ્રથમ જાહેરાત કરી.

સમય બદલાયો અને 1982માં કલર ટેલિવિઝનનું આગમન થતા તેણે 25 એપ્રિલ 1982ના રોજ પહેલું કલર પ્રસારણ સત્યજીત રેની ફિલ્મ "શતરંજ કે ખિલાડી" થી કર્યું.

આજ સમયગાળા દરમ્યાન તેણે ઈન્દિરા ગાંધીના સુચન અનુસાર મનોહર શ્યામ જોષી લીખીત "હમ લોગ" સિરિયલ ચાલુ કરી જેનું પ્રસારણ છેક 17 ડિસેમ્બર 1985 સુધી ચાલ્યું હતું. 

ત્યાર બાદ તેના પર "રામાયણ" અને "મહાભારત" જેવી સિરિયલોનો દોર શરૂ થયો, જેણે દેશ ભરમાં ધુમ મચાવી હતી.


1991માં અખાતી યુધ્ધનાં જીવંત દ્રશ્યો તેણે પ્રથમ વાર પ્રસારિત કર્યા હતાં અને વખતો વખત દુરદર્શન તેનાં પ્રસારણમાં વિવિધતા અનેં આધુનીકતા લાવી રહ્યું છે. 

આજે દુરદર્શન સેટેલાઇટ દ્વારા વિશ્વનાં કુલ 146 દેશોમાં પ્રસારિત થાય છે. અન્ય કોઇ ચેનલ આટલું મોટું નેટવર્ક કે શાખા ધરાવતા નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો