સોમવાર, 21 ઑગસ્ટ, 2017

આજથી પેરિસમાં વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે
-

આજથી પેરીસમાં વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં ભારતનો મદાર રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલીસ્ટ સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા જેવા કુસ્તીબાજો પર વિશેષ રહેશે.

સાક્ષી મલિકે મે મહિનામાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જે પછી હવે તેની પાસેથી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવી રહી છે. સાક્ષીએ રિયોમાં ૫૮ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે તે હવે ૬૦ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે.

સાક્ષી ઉપરાંત વિનેશ ફોગટ પાસેથી ૪૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં મેડલની આશા છે. એશિયન ચેમ્પિયન બજરંગ પુનિયાને આ વખતે તેના બ્રોન્ઝ મેડલને ગોલ્ડમાં ફેરવવાની તક છે.


બજરંગે ૨૦૧૩ની બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૬૦ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ વખતે તેન ૬૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. આ ઉપરાંત ૫૭ કિગ્રા વજન વર્ગમાં સંદિપ તોમર, ૭૦ કિગ્રા વજન વર્ગમાં અમિત ધાન્કર, ૭૪ કિગ્રા વજન વર્ગમાં પ્રવિણ રાણા અને ૯૭ કિગ્રા વજન વર્ગમાં સત્યવ્રત કાડિયન પર પણ નજર રહેશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો