મંગળવાર, 8 ઑગસ્ટ, 2017

હવે અમેરિકી જીપીએસ પર આધાર નહિ રાખવો પડે


દેશના મહત્ત્વના અને ચાવીરૃપ ક્ષેત્રોને હવે અમેરિકી જીપીએસ સિસ્ટમ પર આધાર રાખવો નહિ પડે. ભારતે ઇસરો દ્વારા ઘરઆંગણે વિકસાવેલી 'એનએવીઆઇસી' (નાવિક) સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ હવે નેશનલ ફિઝીકલ લેબોરેટરીની એટમિક ક્લોક સાથે જોડાઈને સ્વતંત્ર રીતે કામ કરશે.

ઇસરોએ નેશનલ ફિઝિકલ લેબોરેટરી સાથે એમઓયુ કરીને તેની એટમિક ક્લોક સાથે જોડવાના કરાર કર્યા હતા. નેશનલ ફિઝિકલ લેબોરેટરી આઝાદી પૂર્વેની સંસ્થા અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમની જાળવણી કરે છે. તેની સ્વંતત્ર એટમિક ક્લોક આ ટમિક ક્લોક ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટસ એન્ડ મેજર ફ્રાન્સ સાથે કરારબદ્ધ છે.

વિશ્વમાં ૪૦૦ એટમિક ક્લોક છે ભારતમાં ૪થી પાંચ એર ક્લોક છે જે ચોકસાઈપૂર્વક સમયની ગણતરી કરે છે. આઉટર કક્ષાની ઘડિયાળનો ઇસરોને લાભ મળશે અને ભારતની નાવિક સિસ્ટમ અમેરિકાની જીપીએસ સામે ટક્કર લેશે.
---------------------------------------------------------------------------------------------------


એમ.વેંકૈયા નાયડુ દેશના ૧૫માં ઉપરાષ્ટ્રપતિ ...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો