સોમવાર, 17 જુલાઈ, 2017

ભારતીય સંશોધકોએ ૪૩ ગેલેક્સીનું ઝૂંડ શોધી કાઢ્યું, સરસ્વતી નામ આપ્યું

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



આ ૪૩ આકાશગંગા ૪ અબજ પ્રકાશ વર્ષ દૂર આવેલી છે

બ્રહ્માંડમાં મળી આવેલા સૌથી મોટા ગેલેક્સી સમૂહ પૈકીની એક શોધ પુના,

ભારતીય સંશોધકોએ બ્રહ્માંડમાં અત્યંત મહત્ત્વપૂર્ણ કહી શકાય એવી એક સાથે ૪૩ ગેલેક્સી (આકાશગંગા)ના ઝૂમખાની શોધ કરી છે. વિજ્ઞાનીઓએ આ ઝૂમખાને સરસ્વતી નામ આપ્યું છે. પુના ખાતે આવેલા ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સના સંશોધકોએ આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી.

તેમની સાથે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ના સંશોધકો પણ જોડાયેલા હતા.  બ્રહ્માંડમાં મળી આવેલા સૌથી મોટા ગેલેક્સી સમૂહમાં આ શોધનો સમાવેશ થાય છે. આકાશગંગાનો આ સમૂહ ૪ અબજ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. બ્રહ્માંડમાં ગેલેક્સીનુ આ ઝૂંડ અત્યાર સુધી દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ માટે અજાણ રહ્યું હતું.


બીજી તરફ ભારતના વિજ્ઞાનીઓ દ્વારા પ્રથમવાર આવડી મોટી શોધ કરવામાં આવી છે.આ પહેલા બ્રહ્માંડમાં આવડા મોટા ગેલેક્સી સમૂહ જોવા મળ્યા છે, પણ તેનું પ્રમાણ બહુ મર્યાદિત છે. સરસ્વતી નામકરણ પામેલો આ સમુહની પહોળાઈ ૬૦ કરોડ પ્રકાશવર્ષ જેટલી છે. એટલે કે એટલા પહોળા વિસ્તારમાં આકાશગંગાઓ પાસપાસે ગોઠવાયેલી છે. આ પહેલા પણ પૂનાના સંશોધકોએ એક સાથે ૨૫ જાયન્ટ રેડિયો ગેલેક્સી શોધી કાઢી હતી.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો