ગુરુવાર, 6 જુલાઈ, 2017

૨૬-૧૧ના હુમલામાં બચી ગયેલા યહુદી બાળકમોશે ને મોદી મળ્યા



૨૬-૧૧ના મુંબઈ આતંકી હુમલા વખતે બચી ગયેલા યહુદી બાળક મોશે હોલ્ત્ઝબર્ગને આજે વડા પ્રધાન મોદી મળ્યા હતા. એ વખતે મોશેએ વડા પ્રધાનને કહ્યું હતુ, ડીઅર મિસ્ટર મોદી, આઈ લવ યુ. ૨૬-૧૧ના હુમલા વખતે મોશે અને તેના માતા-પિતા ભારતમાં હતા. મોશે ત્યારે હજુ ૨ વર્ષનો પણ થયો ન હતો. એ વખતે હુમલામાં તેના માતા-પિતાનું મોત થયુ હતુ. એ પછી મોશેને ઈઝરાયેલ લઈ જવાયો હતો.


વડા પ્રધાને મોશેને મળીને તેના ખબર અંતર પૂછ્યા હતા. સાથે સાથે મોશેને વારંવાર ભારત આવવામાં સરળતા રહે એટલા માટે લાંબા ગાળાના વિઝા આપવાનું વચન આપ્યુ હતુ. હવે ૧૧ વર્ષના થયેલા મોશેએ કહ્યુુ હતુ કે મને પણ હવે ભારત આવવાની ઈચ્છા છે. ૨૦૦૮ના આતંકી હુમલા વખતે મોશે સહિત અનેક યહુદીઓ મુંબઈના નરીમાન પોઈન્ટ પાસે આવેલા છાબાડ હાઉસમાં હતા. ત્યાં આતંકીઓએ હુમલો કરીને અનેક યહુદીઓના જીવ લીધા હતા. મોશે હાલ તેના દાદા સાથે રહીને મોટો થઈ રહ્યો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો