સોમવાર, 3 જુલાઈ, 2017


સુરતમાં શરૂ થઈ પિંક ઓટો સર્વિસ, મહિલાઓ કરાવશે રિક્ષાની સવારી,,,,




રવિવારના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા શહેરમાં પિંક ઓટો સર્વિસ લૉન્ચ કરવામાં આવી હતી. આ રિક્ષા મહિલા ડ્રાઈવર દ્રારા ચલાવવામાં આવશે અને મહિલા પેસેન્જર્સને જ સર્વિસ આપવામાં આવશે. SMCએ મહિલાઓને પોતાની રિક્ષા ખરીદવા માટે બેન્ક લોન લેવામાં મદદ કરી હતી અને તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. 

મહિલાઓને રોજગાર અને સુરક્ષા 

SMCના અર્બન કમ્યુનિટી ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ઈન-ચાર્જ આસિસ્ટન્ટ કમિશન્નર ગાયત્રિ ઝરીવાલા કહે છે કે, અમારી પાસે 70 મહિલાઓની બેચ છે જેમાંથી 15 કામ કરવા માટે તૈયાર છે. તેમની પાસે લાઈસન્સ છે અને અમે સ્કૂલો તરફથી તેમને કામ મળે તે માટે પણ મદદ કરીશુ. અમે ખાસ કરીને ગર્લ્સ સ્કૂલ પર ધ્યાન આપીશુ. તે લોકો સરળતાથી બેન્કને લોન ચુકવી શકશે અને પૂરતા પૈસા બચાવી શકશે. લગભગ દરરોજ આપણે મહિલાઓને થતી હેરાનગતિના સમાચાર સાંભળીએ છીએ. માટે અમે આ સર્વિસ વિષે વિચાર્યું, જેનાથી મહિલાઓને રોજગાર પણ મળશે અને પેસેન્જર્સને સેફ્ટી પણ મળશે. 

બેન્કે આપી લોન 

SMCએ બેન્ક ઓફ બરોડા સાથે મહિલાઓને 7 ટકા ઈન્ટરસ્ટ પર લોન આપવા માટે ટાઈ-અપ કર્યુ હતુ. બેન્કે દરેક મહિલાને 84,000 રુપિયા લોન આપી હતી. સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ તરફથી 25 ટકા સબ્સિડી આપવામાં આવી હતી. વિજય રુપાણીએ કર્યું ઉદ્ઘાટન આ 15 મહિલાઓ શાળાના વિદ્યાર્થીઓને લેવા-મુકવાના કામથી અને પછીથી શહેરમાં અન્ય પેસેન્જર્સ દ્રારા મહિનાના ઓછામાં ઓછા 18,000ની કમાણી કરી શકશે. SMC ટુંક સમયમાં શહેરમાં પિન્ક વાન પણ શરૂ કરશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઈકાલે આ પિંક ઓટો સર્વિસનું ઉદ્ઘાટન કર્યુ હતુ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો