સોમવાર, 10 જુલાઈ, 2017

સેન્ટર ગર્વમેન્ટના કર્મચારીઓને આપે છે, સાયકલ, ટોઈલેટ શોપ અને બ્રિફકેસ ભથ્થા




સાતમાં પગારપંચમાં કર્મચારીઓને મળસે 197 ભથ્થા

તા. 8 જુલાઈ 2017, શનિવાર ફાયનાન્સ મિનિસ્ટ્રીએ સાતમા પગારપંચની રજૂઆતો અનુસાર બધા ભથ્થાઓ માટે ગેજેટ નોટિફિકેશન રજૂ કરી દીધી છે. આ લિસ્ટમાં 197 ભથ્થા છે.

તેમાંથી કેટલાક એવા ભથ્થા વિશે જાણીએ જે ખૂબ વિચિત્ર છે અને તેને ખતમ કરી દેવાયા છે અથવા તો બીજી કેટગરીમાં શામેલ કરી દેવાયા છે.

સાયકલ ભથ્થુ
દૂરવર્તી વિસ્તારોમાં જવા માટે પોસ્ટ ઑફિસના કર્મચારીઓને આ ભથ્થુ મળે છે. જોકે, વેતન આયોગે તેને ખતમ કરવાની માંગણી કરી હતી, પરંતુ સરકારે તેને ચાલુ રાખ્યું છે. સરકારે આ ભથ્થામાં 90 રૂપિયા વધારી 180 રૂપિયા કરી દીધું છે. અન્ય વિભાગોના કર્મચારીઓ સહિત રેલવેના તે કર્મિઓને પણ આ ભથ્થુ મળશે જેની ડ્યૂટીમાં સાયકલનો ઉપયોગ શામેલ છે.

બ્રીફકેસ ભથ્થુ
બ્યૂરોક્રેટ્સને તમે ભથ્થા સિવાય ભાગ્યે જ જોયો હશે. માત્ર અમુક સરકારી કર્મીઓને બ્રીફકેસ ખરીદવા પર રિઈંબર્સમેન્ટ મળે છે. બ્રીફકેસની કેટેગરીમાં ઑફિશિયલ બેગ અને લેડિઝ પર્સ પણ શામેલ છે. આ ભથ્થુ ત્રણ વર્ષમાં એકવાર મળે છે. સચિવ સ્તરના અધિકારીઓનું બ્રીફકેસ ભથ્થુ મહત્તમ 10 હજાર રૂપિયા સુધી છે. વેતન આયોગ આ ભથ્થાને યથાવત રાખવા માટે કરેલા પ્રસ્તાવને સરકારે સ્વીકારી લીધો છે.

પુસ્તક ભથ્થુ
ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં પુસ્તકની આદત ઓછી થઈ જાય તે શક્ય છે. ફોરેન એક્સચેન્જના ટ્રેની ઑફિસર્સને આ ભથ્થું એક જ વાર આપવામાં આવે છે, જે 15 હજાર રૂપિયા છે. વેતન આયોગે તેને યથાવત રાખવા માટે મૂકેલો પ્રસ્તાવ કેન્દ્રે માની લીધો છે.

ટૉયલેટ સોપ ભથ્થુ
અસમ રાઈફલ્સના ગ્રુપ બી અને સીના જવાનોને આ ભથ્થુ આપવામાં આવે છે. આ અંતર્ગત 90 રૂપિયા ભથ્થુ આપવામાં આવે છે. વેતન આયોગે તેને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂકતા કહ્યું હતું કે, આ પર્સનલ મેઈન્ટેન્સ ભથ્થામાં આવે છે. સરકારે આયોગની માગણીઓને સ્વીકારતા આને ખતમ કરી દીધુ છે.

ઝૂંપડી ભથ્થુ
આ ભથ્થુ તે સમયે આપવામાં આવે છે જ્યારે પ્લેગ મહામારી રૂપે ફેલાય છે. એવા કર્મચારીઓ જેઓ પ્લેગ થવાને લીધે રેલવે કૉલોનીની બહાર ઝૂંપડીમાં રહે છે તેમને આ ભથ્થુ આપવામાં આવે છે. આ ભથ્થામાં આશરે 100 રૂપિયા મળે છે. હવે વેતન આયોગે આ ભથ્થાને ખતમ કરી દીધું છે.

સિક્રેટ ભથ્થુ

આ ભથ્થું કેબિનેટ સ્તરે તે અધિકારીઓને આપવામાં આવે છે જેઓ સીક્રેટ પેપર અને સંવેદનશીલ મુદ્દાઓ પર કામ કરે છે. સરકારે એ નથી જણાવ્યું કે , આ ભથ્થામાં કેટલા રૂપિયા મળે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો