સોમવાર, 10 જુલાઈ, 2017

"જિજ્ઞાસા " – વિદ્યાર્થી અને સાયન્ટિસ્ટવચ્ચેના જોડાણ માટેનો  પ્રોગ્રામ...

નવી દિલ્હીમાં સરકાર દ્વારા "જિજ્ઞાસા" - વિદ્યાર્થી અને વૈજ્ઞાનિક જોડાણ યોજના શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમનું અમલીકરણ કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (KVS) સાથે મળીને સાયન્સિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ કાઉન્સિલ (CSIR) દ્વારા કરવામાં આવશે.

કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને સાથે જોડવાનો છે. આ પ્રોગ્રામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ભારત અને વૈજ્ઞાનિક સમુદાય અને સંસ્થાઓના વૈજ્ઞાનિક સામાજિક જવાબદારી (SSR)" દ્વારા પ્રેરિત છે. બાળકો અને શાળાના શિક્ષકોના મનમાં જિજ્ઞાસા વધારવા અને વૈજ્ઞાનિક સ્વભાવની સંસ્કૃતિને પ્રેરિત કરવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ CSIR ના 38 રાષ્ટ્રીય લેબોરેટરીઝ સાથે 1151 કેન્દ્રીય વિદ્યાલયોને જોડશે અને દર વર્ષે 100,000 વિદ્યાર્થીઓ અને 1000 શિક્ષકોને લક્ષ્યાંક બનાવશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો