ગુરુવાર, 6 જુલાઈ, 2017

ભારત-ઇઝરાયેલ બન્ને દેશ વચ્ચે કૃષી, પાણી સંગ્રહ, અવકાશ સહીતના ક્ષેત્રે ૭ કરાર




વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઇઝરાયેલની ત્રણ દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે બુધવારે ૭ કરારો થયા છે. જે કરારો થયા તે અંતરીક્ષ, કૃષી, પાણીના સંગ્રહ સાથે પણ સંકળાયેલા છે. એક એમઓયુ ૪ કરોડ ડોલરના ઇન્ડિયા-ઇઝરાયેલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ટેક્નીકલ ઇનોવેશન ફંડ સાથે સંકળાયેલો છે.

પાણીના સંગ્રહને લઇને બે કરારો થયા છે. જ્યારે કૃષી ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે ત્રણ વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ સુધી ઇન્ડિયા-ઇઝરાયેલ ડેવલપમેન્ટ કોઓપરેશનની સ્થાપના કરવામા આવી છે. આ માટે બે કરારો થયા છે. દરમિયાન બીજા દિવસે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના ખાતમા પર વધુ જોર આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ભારતની જેમ જ ઇઝરાયેલ માટે પણ આતંકવાદ સૌથી મોટો ખતરો છે.

મોદીએ જણાવ્યું હતું કે આઇ ફોર આઇ એટલે ઇન્ડિયા ફોર ઇઝરાયેલ, ઇઝરાયેલ ફોર ઇન્ડિયા. મોદીએ બન્ને દેશો વચ્ચેની મીત્રતા પર  ધ્યાન આપ્યું હતું. આ ઉપરાંત બન્ને દેશોએ કોમ્પ્રેહેન્સિવ કન્વેંશન ઓન ઇંટરનેશનલ ટેરરિઝમ(સીસીઆઇટી)ને તુરંત અપનાવવાના સહિયોગ પર પણ જોર આપ્યું હતું. આ ઉપરાંત જે સાત કરારો થયા તેમાં ઇસરો અને ઇઝરાયેલની વચ્ચે પણ પરમાણુ ક્લોક માટે પણ એક કરાર થયો છે. આ સાત એમઓયુમાં સૌથી મહત્વપૂર્ણ એમઓયુ કૃષીના વિકાસ માટે અને જળ સંગ્રહ સાથે સંકળાયેલા છે.


મોદી અને નેતનયાહુના સંયુક્ત નિવેદનના મુખ્ય અંશો -બન્ને દેશો આતંકનો ભોગ બનેલા છે, હુમલા કરનારા કોઇ પણ સંગઠનને બક્ષવામાં આવશે નહીં -ભારત અને ઇઝરાયેલ સંયુક્ત રીતે મળીને કૃષી અને અન્ય ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વમાં બદલાવ લાવી રહ્યા છે -ભારત અને ઇઝરાયેલ ઇતિહાસ બનાવી રહ્યા છે અને આગળ આ દસ્તી વધુ મજબુત થશે -આશા છે કે એશિયામાં શાંતી, ભાઇચારો અને દેશો વચ્ચેની વાતચીત થતી રહેશે -મોદીએ કહ્યું ઇઝરાયેલના પ્રમુખે પ્રોટોકોલ તોડીને મારુ ઉષ્માભર્યું સ્વાગત કર્યું, આ સમગ્ર ભારતનું સમ્માન છે.

ભારત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા સાત એમઓયુ….

૧.    ૪ કરોડ ડોલરના એમઓયુ ઇન્ડિયા-ઇઝરાયેલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ટેક્નીકલ ઇનોવેશન ફંડ સાથે સંકળાયેલા છે.

૨.    ભારતમાં જળ સંગ્રહ માટે ઇઝરાયેલની સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યો.

૩.    ભારતના રાજ્યોમાં પાણીની જરૃરીયાતો પુરી કરવા માટે પણ એમઓયુ થયા.

૪.   ભારત-ઇઝરાયેલ ડેવપમેન્ટ કોર્પોરેશન-કૃષિ માટે ત્રણ વર્ષ (૨૦૧૮-૨૦૨૦)ના કાર્યક્રમની પણ જાહેરાત કરાઇ. 

૫.    ઇસરો અને ઇઝરાયેલની વચ્ચે પરમાણુ ક્લોક માટેના સહિયોગની યોજવા માટે એમઓયુ સાઇન થયા.

૬.    જીઇઓ-એલઇઓ ઓપ્ટિકલ લિંક માટે એમઓયુ સાઇન થયા.


૭.  નાના સેટેલાઇટને વિજળી માટે એમઓયુ કરાયા છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો