મંગળવાર, 11 જુલાઈ, 2017

ઝિકા વાયરસ...





તામિલનાડુએ ક્રિષ્નાગિરિ જિલ્લાના એક ગામના 27 વર્ષીય વ્યક્તિમાં ઝિકાના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીના લોહી, પેશાબ અને ગળાના નમૂના પર RT-PCR ટેસ્ટ માટે હકારાત્મક પરિણામ મળ્યું હતું. ભારતમા આ બીજો કેસ નોંધાયો છે. અગાઉ મે 2017 માં વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) દ્વારા અમદાવાદમાં પ્રથમ કેસ, ગુજરાતમાં ઝીકાના ત્રણ કેસ નોંધાયા હતા. 


ઝિકાના ઉપચાર માટે હાલમાં કોઈ ચોક્કસ સારવાર અથવા રસી ઉપલબ્ધ નથી. નિવારણનું શ્રેષ્ઠ સ્વરૂપ મચ્છરના કરડવાથી રક્ષણ અને સ્થિર જળને સાફ કરવાનુ છે જ્યાં મચ્છરની ઉત્પતિ થાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો