શુક્રવાર, 28 જુલાઈ, 2017

કાગળને જોડતાં સ્ટેપલરની રસપ્રદ વાતો. . .




બે કાગળોને એક સાથે રાખવા પીન મારવા માટેનું સ્ટેપલર તો સૌ કોઇએ જોયું હોય. ઓફિસો, શાળા અને વેપારીઓને રોજ રોજ ઉપયોગી થતા સામાન્ય સાધનનો ઇતિહાસ અને વાતો જાણવા જેવી છે.

૧૮મી સદીમાં ફ્રાન્સમાં કિંગ લૂઇસના સમયમાં રોયલ કોર્ટમાં કાગળને પીન મારવા માટે સૌપ્રથમવાર સ્ટેપલર જેવું સાધન બનેલું. જેમ જેમ કાગળનો વપરાશ વધ્યો તેમ તેમ બે કાગળને પીન મારવાની જરૃર પણ વધી.

ઈ.સ. ૧૮૬૬માં જ્યોર્જ મેકગીલ નામના મિકેનિકે પ્રથમવાર સ્ટેપલર બનાવ્યું. જોકે તે સ્ટેપલર સીવવાના સંચા જેવું મોટું અને ભારે હતું. તેમાં પીન માત્ર ખોસવાની સગવડ હતી.

પીન હાથ વડે વાળવી પડતી. ૧૮૭૭માં હેન્રી હેઇલ નામના મિકેનીકે કાગળમાં પીન ખોસીને આપોઆપ વળી જાય તેવું સ્ટેપલર બનાવ્યું. આ બધા વજનદાર હતા અને છુટ્ટી પીનોને બદલે સળંગ તારનો ઉપયોગ જરૃર પ્રમાણે તાર કપાઇને પીન બનતી. આને બધા 'પેપર કાસ્ટનર' કહેતા.

૧૯૭૧માં સ્ટેપલર નામ પ્રચલિત બનેલું ત્યારબાદ ઘણા પ્રકારનાં સ્ટેપલર વિકસ્યા.


આજે તો કાગળ કે કાપડ જેવી ચીજોને લાકડા કે બીજી સપાટી પર જોડવા માટે સ્ટેપલ ગન પણ વિકસી છે. ડોકટરો ઓપરેશન દરમિયાન પણ ઘણી વાર જરૃર પડયે સર્જીકલ સ્ટેપલરનો ઉપયોગ કરે છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો