સોમવાર, 17 જુલાઈ, 2017

ફેડરરની ઐતિહાસિક સિદ્ધિ : આઠમી વખત વિમ્બલ્ડન જીતનારો વિશ્વનો સૌપ્રથમ ખેલાડી...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......


૩૫ વર્ષનો ફેડરર વિમ્બલ્ડનનો ઓલ્ડેસ્ટ મેન્સ સિંગલ્સ ચેમ્પિયન.
ફાઈનલમાં સિલીકનો ૬-૩, ૬-૧, ૬-૪થી પરાજય ફેડરરે રેકોર્ડ ૧૯મું ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યું.
સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરે ૬-૩, ૬-૧, ૬-૪થી ક્રોએશિયાના મરીન સિલીકને હરાવીને કારકિર્દીનું વિશ્વવિક્રમી આઠમું વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.  આ સાથે ફેડરર આઠ વખત વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનારો વિશ્વનો સૌપ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો હતો.

ફેડરરે ચેમ્પિયન બનવાની સાથે સૌથી વધુ ૭-૭ વખત વિમ્બલ્ડન જીતવાના બ્રિટનના વિલિયમ રેનશૉના એમેચ્યોર એરાના  અને અમેરિકાના પેટ સામ્પ્રસના ઓપન એરાના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ૩૫ વર્ષીય ફેડરરે આ ઉપરાંત સૌથી મોટી ઉંમરે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતવાનો ઓપન એરાનો રેકોર્ડ સર્જ્યો હતો. છેલ્લે ૧૯૭૫માં આર્થર એશ અહીં ચેમ્પિયન બન્યા ત્યારે તેઓ લગભગ ૩૨ વર્ષના થઈ ગયા હતા.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો