શનિવાર, 17 જૂન, 2017

આજે દસ દિવસ માટે ગાંધીજીના જીવન દર્શનની યાત્રા કરાવતી આસ્થા ટ્રેન દોડતી કરાઈ છે...

SABARMATI ASHRAM - AHMEDABAD


આજે ગાંધીજીના જીવન દર્શનની યાત્રા કરાવતી આસ્થા ટ્રેનને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે દોડતી કરાઈ છે. આ ટ્રેન સાબરમતી આશ્રમની સ્થાપનાને 100 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં દોડતી કરાઈ છે.

સાબરમતી રેલવે સ્ટેશનથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 17મી જૂનને શનિવારે સવારે આઠ કલાકે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ટ્રેન તા. 17 જૂનથી 26 જૂન એમ કુલ નવ રાત્રિ અને દસ દિવસ સુધી મુસાફરી કરાવશે.


ગાંધીજીના જીવન મૂલ્યો નાગરિકો જાણે, સમજે તેવા હેતુથી રેલવે વિભાગના દ્વારા ગાંધી દર્શન ટ્રેન દોડાવવાનું આયોજન કર્યુ છે. સાબરમતી-સત્યાગ્રહ આશ્રમથી ચંપારણ્ય સત્યાગ્રહની સમગ્ર ઐતિહાસિક તવારીખ અને આઝાદી સંગ્રામ સાથે સંકળાયેલા દર્શનીય સ્થાનોને આવરી લેવામાં આવશે.
 
ગાંધી આશ્રમની સ્થાપના 1917માં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધી આશ્રમએ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો