સોમવાર, 12 જૂન, 2017

ભારતે 11 પાકિસ્તાની કેદીઓને મુક્ત કરવાનો મોટો નિર્ણય લીધો...

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા પાકના પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની એક મુલાકાત દરમિયાન પાકના 11 કેદીને આઝાદ કરવાનો વડાપ્રધાને નિર્ણય લીધો છે.

આજે આ નિર્ણય પર અમલ કરાશે. ભારતીય અધિકારીઓએ આ પગલાંને ગુડવિલ જેસ્ચર કહ્યું છે. 
બે પાકિસ્તાની બાળકોને પાછા મોકલાયા
ભારતે પાકિસ્તાનનાં બે બાળકો કે જેઓ ભૂલથી બોર્ડર પાર કરી ભારત પહોંચી ગયા હતા તેમને પણ પાકિસ્તાન પરત મોકલ્યા હતા. જો કે આ બાળકોના કાકા (શહજાદ) કે જેની સાથે તેઓ ભારતમાં આવી પહોંચ્યા હતા તેને હજી સુધી કસ્ટડીમાં જ રાખવામાં આવ્યો છે. આ બાળકોને પણ એપ્રિલમાં જ મુક્ત કરી દેવાની યોજના હતી પણ પાકિસ્તાની કોર્ટમાં જાધવને ફાંસીની સજા આપતાં આ બાળકોને પાકિસ્તાન મોકલવાની યોજના મોકૂફ રખાઇ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો