શુક્રવાર, 26 મે, 2017

ભારતના બે શાંતિ સૈનિકોને મરણોત્તર સંયુક્ત રાષ્ટ્ર મેડલ એનાયત થયો



સંયુક્ત રાષ્ટ્ર તરફથી શાંતિ સેનાનીઓને અપાતા પ્રતિષ્ઠિત શૌર્ય ચંદ્રકોમાં ભારતના બે શાંતિ સૈનિકોને પણ મરણોપરાંત ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. કુલ ૧૧૭ સેના, પોલીસ અને નાગરિકોનું સન્માન થયુ. તે પૈકી ભારતના બે જવાનને પણ આ સન્માન અપાવામાં આવ્યું હતુ.


રાઈફલમેન બ્રિજેશ થાપા સંયુક્ત રાષ્ટ્રના 'ઓર્ગેનાઈઝેશન સ્ટેબીલાઈઝેશન મિશન' હેઠળ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફરજ બજાવતા હતા. 

પ્રિવાતે રવિકુમાર સંયુક્ત રાષ્ટ્રના લેબેનોનમાં મુકાયેલા દળમાં મુકાયેલા હતા. તેમને ડેગ હેમર્સક ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા. 
તેમને આ સન્માન સંયુક્ત રાષ્ટ્રના ૨૪મી મેએ ઉજવાનારા ઈન્ટરનેશનલ ડે એ આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યો.

વિશ્વમાં ૭૧ સ્થળે શાંતિ સ્થાપવાની કાર્યવાહી ચાલી રહી છે. તેમાંના ૫૦ શાંતિ માટેના કાર્યક્રમોમાં ભારતીય જવાનો ફરજ બજાવે છે. જેમાં ભારતના આશરે બે લાખ જવાનો ફરજ બજાવે છે. છેલ્લા છ દાયકાથી આ ફરજ આપણા જવાનો બજાવી રહ્યાં છે. વર્તમાન ૧૬ મિશન પૈકી ૧૩ મિશનમાં ભારતીય સેના ફરજ બજાવે છે. આમ શાંતિ સ્થાપન માટે સૌથી વધુ સૈનિકો પુરા પાડનાર દેશ ભારત છે. જેમાં ૧૬૮ જવાનોએ પોતાની ફરજ બજાવતા પોતાના પ્રાણ પાથર્યા હતા. જેમાંના તેમાં આ બે જવાનોનો પણ સમાવેશ થાય છે જેમણે સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ ફરજ બજાવતા બલીદાન આપ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો