બુધવાર, 10 મે, 2017

ઈતિહાસમાં પહેલા એવા જજ હશે, જેમા પદ પર રહેવા દરમિયાન જેલ મોકલવાનો આદેશ કરાયો


ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જેએસ ખેર અને સુપ્રિમ કોર્ટના જજોની વિરોધમાં બગાવતી તેવર અપનાવનારા કોલકાત્તાના હાઈકોર્ટ જજ જસ્ટિસ કર્ણન પર મોટી કાર્યવાહી રાઈ છે. સુપ્રિમ કોર્ટે જસ્ટિસ કર્ણનને અદાલત, ન્યાયિક પ્રક્રિયા અને સમગ્ર ન્યાય વ્યવસ્થાનુ અમાન કરવા દોષી માનીને છ મહિનાની સજા સંભળાવી છે. જસ્ટિસ કર્ણન ભારતીય જ્યુડિશયલ સિસ્ટમના ઈતિહાસમાં પહેલા એવા જજ હશે, જેમા પદ પર રહેવા દરમિયાન જેલ મોકલવાનો આદેશ કરાયો છે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, આ આદેશનું તરત જ પાલન થાય. સુપ્રિમ કોર્ટે જસ્ટિસ કર્ણનના નિવેદનોને મીડિયામાં પ્રકાશિત કરવા જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો