શુક્રવાર, 19 મે, 2017

ચેનલના બ્રોડકાસ્ટ થતા કાર્યક્રમ દરમિયાન ટીવી સ્ક્રિન પર આવતી પટ્ટી એન્ટિ પાઇરસી પ્રોસેસ


ટીવી જોતી વખતે જે તે ચેનલના સ્ક્રિન પર ઘણી વાર આંકડા અને કોડવાળી પટ્ટી આવે છે.ચાલું કાર્યક્રમ દરમિયાન આ નંબર થોડી થોડી વારે દ્વષ્યમાન પણ થતા રહે છે.આ નંબર આવવા પાછળનું કારણ એક પ્રકારના માર્ક કે ઓળખનું કામ કરે છે.

આ નંબર અને કોડ એન્ટી પાઇરસી પ્રોસેસ મુજબ આવે છે જે વિસ્તાર વાઇઝ ટીવી સ્ક્રીન પર ફલેશ થતો રહે છે. જે ચેનલના  શો દરમિયાન રેન્ડમલી  રિફ્લેકટ થતો રહે છે.જેથી કરીને વિડિયોની બીજા કોપી કરી શકતા નથી જો કોપી કરે તો નંબર પણ ભેગો રેકોર્ડિગ થઇ જાય છે તેના આધારે કયા વિસ્તારમાંથી કોપી થઇ છે તે પકડી શકાય છે.

આમ આ નંબરએ પ્રસારણની કોઇ ખામી નથી પરંતુ ખાસ કારણથી જ ડિસ્પ્લે થયા કરે છે.આ નંબરને અલ્ગોરિધમની જેમ જનરેટ કરવામાં આવે છે.ટીવીમાંથી કશું રેકોર્ડ કરીને ડિસ્પ્લે કરતી વખતે ચેનલની પરમિશન મેળવવી જરૂરી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો