મંગળવાર, 11 એપ્રિલ, 2017

ડિજીલોકર

તમારા દસ્તાવેજો સુરક્ષિત અને તમારી અનુકૂળતાએ ઉપલબ્ધ (digilocker.gov.in)
ડિજીલોકર શું છે?
ડિજીલોકર એ ડિજીટલ ઇન્ડિયા પહેલ હેઠળ ભારત સરકારે હાથ ધરેલો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. તેનો ઉદ્દેશ ડિજીટલ સશ્ક્તિકરણ થકી દેશને જ્ઞાનસમ્રૃદ્ધ અર્થતંત્રલક્ષી બનાવવાનો છે. ડિજીટલ ઇન્ડિયાના વિઝનનાં ક્ષેત્રો સાથે જોડાઇને નાગરિકો ડિજીલોકર દ્વારા એક્બીજા સાથે પબ્લિક કલાઉડ ઉપર ઉપલબ્ધ બનાવી શકાય છે.
 ડિજીલોકરના ફાયદાઓ:
* દસ્તાવેજો સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ.(Paperless)
* પ્રાઇવેટ કલાઉડ કરતા સરકારી ડિજીલોકરમાં દસ્તવેજો મુકવાથી સુરક્ષા અને સલામતીની ખાતરી,
* ડિજીલોકરથી જોડાયેલો સંસ્થાઓમાંથી સેવા મેળવવા પુરાવા રજૂ કરવાની સરળતા.
* ડિજીલોકરમાં તમારાઅ ખાતામાં રહેલ દસ્તાવેજ/પ્રમાણપત્રોની અન્ય વ્યક્તિ દ્વારા દૂરુપયોગ થવાની ચિંતામાંથી મુક્તિ.
* આધારકાર્ડ સાથે જોડીને ડિજીલોકર એકાન્ટનુ તમારી સાથે જોડાણ.
* તમારા અગત્યના દસ્તાવેજો ઇસ્યુ કરનારી સરકારી સંસ્થા મારફતે જ તે ડિજીલોકરમાં અપલોડ કરવાની સગવડ.
* તમારા ખાનગી દસ્તાવેજો તમારી ઇચ્છા મુજબ ડિજીલોકરમાં અપલોડ કરવાની સલામત સગવડ.
* eSign મારફતે ડિજીલોકરમાં જ તમારા દસ્તાવેજોને ડિજીટલ સાઇનની સગવડ.
* અગત્યના દસ્તાવેજોની પેપર કોપી સાચવવાની અથવા દરેક જગ્યાએ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ.

ડિજીલોકર પર કેવા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય?
રાશનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, આવકનો દાખલો, રહેઠાણના પુરાવા,જમીન /મિલકતના દસ્તાવેજો, ભણતરને લગતા દસ્તાવેજો જેમકે શાળા છોડ્યાનું પ્રમાણપત્રક, ગુણપત્રક(Mark sheet), ડિગ્રી સર્ટિફિકેટ વગેરે.
ડિજીલોકરથી જોડાવાનિ પધ્ધતિ
* જનસેવા કેંદ્ર, એટીવીટી સેન્ટર, ઇ-ધરા, સેવા સેતુમાં કરી જોડાવું.
* ભારત સરકારના ડિજીટલ લોકર digilocker.gov.in પોર્ટલ ઉપર આધાર નંબર સાથે રજીસ્ટ્રેશન કરવું.
* ડિજીટલ ગુજરાત પોર્ટલ મારફતે ભારત સરકારના ડિજીલોકર સાથે જોડાણ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો