શનિવાર, 22 એપ્રિલ, 2017

ભારત - દ.કોરિયા સાથે મળીને તોપોનું નિર્માણ શરુ કરશે..

ભારત આવતી સાલ સેનામાં પોતાનું સ્વંયસંચાલિત હોઈટસર વાપરશે. લારસેન એન્ડ ટર્બોની દક્ષિણ કોરિયન કંપની હંવા ટેકવિનની સાથે થયેલા એક સમાધાન કરારમાં ભારત દક્ષિણ કોરિયા સાથે મળીને પાકિસ્તાનથી સાવધાન રહેવા અને સુરક્ષિત રહેવા માટે દ. કોરિયા સાથે મળીને એક તોપ બનાવશે.
લારશેન એન્ડ ટર્બોએ શુક્રવારે સેના માટે 100' K 9 Vajra T' હોઈટસર નો ઓર્ડર પૂરો કરવા માટે કોરિયન ડિફેન્સ ફર્મ સાથે આ અંગે એક કરારની જાહેરાત કરી છે. 4500 કરોડ રૂપિયાનો કરાર સેનાને તોપોથી સજ્જ કરવા માટેનો છે.


સૌથી પહેલા પૂનાના તલેગાંવમાં એન્જિનિયરિંગ પ્લાન્ટમાં 10 હોઈટસર બનાવાશે. બાકીના હોઈટસરને ગુજરાતના હજીરામાં બનાવવામાં આવશે.

એલ એન્ડ ટીના રક્ષા અને એરોસ્પેસના પ્રમુખ જંયત પાટીલે જણાવ્યુ હતુ કે અમે એક ગ્રીફીલ્ડ મેન્યુફેક્ચરિંગ લાઈનની સ્થાપના શરૂ કરી દીધી છે જેમાં તોપોનું ઉત્પાદન અને પરિક્ષણ બંને થશે.
આ સિવાય ભારત અને દ. કોરિયાએ જહાજ નિર્માણ મામલે પણ શુક્રવારે કેટલાક કરકાર કર્યા છે અને તેમાં બંને દેશોના રક્ષાસચિવે હસ્તાક્ષર કર્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો